Gujarati News

Gujarati News

News of Tuesday, 16th January 2018

છીંકને આવતી રોકવું ઘાતકી સાબિત થઇ શકે છે

નવી દિલ્હી: પોતાનું નાક અને મોઢું બંધ કરીને જબરદસ્તી છીંકને રોકવાનો પ્રયાસ કરવો જીવન માટે ખતરનાક સાબિત થઇ શકે છે.લંડનમાં વસતા ભારતીય મૂળના એક ડોકટરે જણાવ્યું છે કે એક વ્યક્તિ છીંક રોકવાનો પ્રયત્ન  કરી રહ્યો હતો અને તેમનો આ પ્રયત્ન જીવલેણ સાબિત થઇ શકે એમ હતો નાક અને મોઢું બંધ રાખીને છીંક રોકવાનો પ્રયાસ કરવા પર આ યુવકને ગળામાં ઝણઝણાટી ઉભી થઇ ગઈ હતી અને થોડાક સમય બાદ તેને કંઈક વસ્તુ નીકળવાનું મહેસુસ થયું અને તેમનો અવાજ જતો રહ્યો હતો સાત દિવસ હોસ્પિટલમાં દાખલ રહ્યા બાદ તેમની સમસ્યા હલ થઇ હતી  એટલા માટે ડોકટરોનું કહેવું છે કે છીકને આવતી ક્યારે પણ ન રોકવી જોઈએ.

(7:46 pm IST)