Gujarati News

Gujarati News

News of Tuesday, 15th December 2020

અમેરિકા બાદ હવે કેનેડામાં નર્સને વેક્સીન આપવાનું અભિયાન શરૂ કરવામાં આવ્યું

નવી દિલ્હી: અમેરિકાની સાથષ જ કેનેડામાં પણ એક નર્સને વેક્સિન આપવાની સાથે કોરોના વિરુદ્ધ વેક્સિનેશન શરૂ કરવામાં આવ્યું છે. કેનેડાના સૌથી મોટા શહેર ટોરેન્ટોમાં વૃદ્ધો માટે નર્સિંગ હોમ સેન્ટરમાં કામ કરનારી નર્સ અનિતા ક્વૈદજનને સોમવારે ફાઈઝર વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો. વેક્સિનેશન બાદ ત્યાં રહેલા સ્વાસ્થ્ય કર્મીઓએ તાળી વગાડીને તેનું સ્વાગત કર્યું હતું. આ પહેલાં બ્રિટનમાં ફાઈઝરની વેક્સિન જ મુકવામાં આવી છે.

         કોરોના મહામારીથી સૌથી ખરાબ રીતે પ્રભાવિત અમેરિકામાં સોમવારે તેના વિરુદ્ધ વેક્સિનેશન અભિયાનની શરૂઆત કરી હતી જે હેઠળ પહલી વેક્સિન ક્રિટીકલ કેયર નર્સને લગાવવામાં આવી હતી. અમેરિકામાં આ મહામારીથી અંદાજે ત્રણ લાખ લોકોના મોત થઈ ચૂક્યા છે.

(6:29 pm IST)