Gujarati News

Gujarati News

News of Tuesday, 15th December 2020

જાપાનના પરિવારે ૩૯ વર્ષોથી પાળ્યો છે સાત ફુટ લાંબો મગર

ટોકિયો,તા. ૧૫: જપાનના હિરોશિમા પ્રાંતના કુરે સિટીમાં રહેતા નોબુમિત્સુ મુરાબાયશીનો પરિવાર છેલ્લાં ૩૯ વર્ષોથી ૬ ફુટ ૮ ઇંચ લાંબા મગર જોડે રહે છે. એ મગરનું વજન ૪૫ કિલો છે. શ્નકૈમાન સેન નામનો એ મગર માલિકની જોડે બહાર ફરવા પણ જાય છે અને નાનાં બાળકો એને અડે કે એના પર બેસે તો છંછેડાતો નથી. રોજિંદા વ્યવહારમાં કયાંય હિંસકતા પ્રગટ થતી નથી. સામાન્ય રીતે દ્યરમાં ચશ્માં પહેરીને ફરતા કે બાથટબમાં પડ્યા રહેતા કૈમાન સેનને હિરોશિમાના લોકોએ અનેક વખત ટીવી કવરેજમાં જોયો છે.

નોબુમિત્સુ હવે પોતે ૬૯ વર્ષના અને શરીરથી નબળા થઈ ગયા છે, પણ મગરભાઈને દ્યરની બહાર ફરવા લઈ જાય છે. હા, કૈમાનને બહાર પબ્લિકમાં લઈ જવાની આ પરિવારે લોકલ ઓથોરિટી પાસેથી બાકાયદા પરવાનગી લીધી છે અને ધારો કે કૈમાન કોઈને પણ કશું નુકસાન પહોંચાડે તો એની જવાબદારી આ પરિવારની રહેશે એવું લેખિતમાં લખી આપ્યું છે. જોકે હવે સ્થાનિક લોકો આ મગરને ઓળખી ગયા છે અને એને સેલિબ્રિટી જેવું ઇમ્પોર્ટન્સ મળે છે. હા, મગરભાઈ નાના હતા અને નોબુમિત્સુનો દીકરો જયારે નાનો હતો ત્યારે એક વાર બટકું ભરી ગયા હતા, પણ માલિકે ગુસ્સે થવાને બદલે મગરભાઈને સમજાવ્યા. નવાઈની વાત એ છે કે એ પછી મગરભાઈએ પણ માલિકના દીકરાનું બહુ ધ્યાન રાખવાનું શરૂ કરી દીધું.

(9:56 am IST)