Gujarati News

Gujarati News

News of Sunday, 15th December 2019

લિબિયામાં નવ લાખથી વધારે લોકોનું માનવીય મદદની જરૂર : સંયુક્ત રાષ્ટ્ર

બિન-વિસ્થાપિત પરંતુ સંઘર્ષથી પ્રભાવિત લોકો અને શરણાર્થી તથા પ્રવાસીઓની જીવન નર્ક સમાન છે

ન્યૂયોર્ક:સંયુક્ત રાષ્ટ્ર મુજબ લિબિયામાં આશરે નવ લાખથી વધારે લોકોને વર્ષ 2020માં માનવીય સહાયતાની જરુરત છે. આ ખુલાસો સંયુક્ત રાષ્ટ્રના ઓફિસ ફોર ધ કોર્ડિનેશન ઓફ હ્યુમનટેરિયન અફેર્સ (OCHA)ના રિપોર્ટમાં કરવામાં આવ્યો છે.

OCHAએ  જણાવ્યું કે, લિબિયામાં લગભગ 897000 લાખ લોકોને માનવીય મદદની જરુરિયાત છે. આ તમામ લોકો સૌથી વધારે નબળા લોકો છે જેમને ગંભીર રીતે મદદની જરુર છે. OCHA મુજબ આ એવા લોકો છે જે આંતરિક રીતે વિસ્થાપિત છે, દેશમાં પરત ફરનારા, બિન-વિસ્થાપિત પરંતુ સંઘર્ષથી પ્રભાવિત લોકો અને શરણાર્થી તથા પ્રવાસીઓ છે.

OCHAએ જણાવ્યું કે આંતરિક રીતે વિસ્થાપિત અને પરત ફરનારા આવા હજારો લોકો માટે સ્વચ્છ પેયજળ, ચિકિત્સા સેવા અને સુરક્ષિત આવાસ જેવી પ્રાથમિક જરુરિયાતો દેશમાં લાંબા સમયથી ચાલી રહેલા સંઘર્ષને કારણે ખોરવાઇ ગઇ છે. જેમાં સૌથી વધારે પ્રભાવિત લોકોમાં મહિલાઓ અને બાળકોનો સમાવેશ થાય છે.

સંયુક્ત રાષ્ટ્રએ અનુમાન લગાવ્યું હતું કે લિબિયામાં 6,55,000 શરણાર્થી અને પ્રવાસી છે જેમાં 48,000 શરણાર્થી રજિસ્ટર થયેલા છે.

(11:47 pm IST)
  • સોમવારે ઝારખંડમાં ચોથા તબક્કાનું મતદાન : પ્રચાર પડઘમ બંધ : સોમવારે 15 સીટ માટે થશે મતદાન : 23 મહિલાઓ સહીત 221 ઉમેદવારો મેદાનમાં : 22,44,134 મહિલાઓ સહીત કુલ 47,85,009 લોકો કરશે મતાધિકારનો ઉપયોગ access_time 1:15 am IST

  • અમદાવાદમાં મેટ્રો રેલના સળીયાની ચોરી કરતો એક યુવાન ઝડપાયો : બીજો ફરાર : મેટ્રો રેલની સાઇટ પર ફરી એક વખત ચોરીનો બનાવ બન્યો : સુપરવાઇઝર મનોજસિંઘ સ્ટાફ સાથે નાઇટ પેટ્રોલિંગમાં હતાં તે દરમિયાન પાલડી જલારામ મંદિર સામે એક યુવાન ચોરી કરતા ઝડપાયો access_time 12:28 am IST

  • ગુજરાતમાં સૌથી વધુ હિંદુ લોકોએ ધર્મ પરિવર્તનકરવા માટે અરજી કરી: રાજ્ય સરકારનો ખુલાસો : કુલ 1758 નાગરિકોએ ધર્મ પરિવર્તન કરવા માટે રાજ્ય સરકાર પાસેથી મંજૂરી માંગી access_time 12:29 am IST