Gujarati News

Gujarati News

News of Saturday, 15th December 2018

ચંદ્ર પરના ખડકો વેચાયા છ કરોડ રૂપિયામાં

મોસ્કો તા.૧૫: રશિયાએ ૧૯૭૦માં ચંદ્ર પર માનવરહિત લ્યુના-૧૬ યાન મોકલ્યું હતું અને એ યાન ચંદ્રની ધરતી પરથી ત્રણ મોટા ખડકો લાવ્યું હતું. આ ખડકો પહેલાં સોવિયેટ સંઘના અંતરીક્ષ કાર્યક્રમના ડિરેકટર નીના ઇવાનોવ્નાએ ખરીદ્યા હતા. ઓકશન- હાઉસ સોધબીઝ દ્વારા આ ખડકો સૌથી પહેલાં ૧૯૯૩માં વેચાયા હતા. તાજેતરમાં આ ખડકો તેમજ પૃથ્વીની બહારથી મળેલી ચીજોનું ઓકશન યોજવામાં આવ્યું હતું. એમાં આ ખડકો ૮.પપ લાખ ડોલર એટલે કે લગભગ ૬ કરોડ રૂપિયામાં વેચાયા હતા

(10:21 am IST)