Gujarati News

Gujarati News

News of Monday, 15th November 2021

અફઘાનિસ્તાનમાં તાલિબાન અને આઈએસઆઈ નાના જેહાદી જૂથોને એકત્ર કરવાનો કરી રહ્યું છે પ્રયાસ

નવી દિલ્હી: એક અહેવાલ મુજબ પાકિસ્તાનનું આઈએસઆઈ અફઘાનિસ્તાનમાં તાલિબાન અને આઈએસકેપીથી અલગ એવા નાના જેહાદી જૂથોને એકત્ર કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. આ નવા જેહાદીઓ તાલિબાનથી પણ વધુ કટ્ટરવાદી હોવાનું માનવામાં આવે છે અને તે તાલિબાનના વિરોધી છે.

વિદેશ નીતિના એક નવા અહેવાલ અનુસાર ઈસ્લામિક ઈન્વિટેશન એલાયન્સ (આઈઆઈએ)ને પાકિસ્તાનના આઈએસઆઈ દ્વારા ફંડિંગ કરવામાં આવી રહ્યું છે અને તેની રચના 2020માં કરવામાં આવી હતી અને તે એક વર્ષથી અમેરિકી ઈન્ટેલીજન્સના રેડાર પર રહ્યું છે. જો કે એ સમયે તેનો હેતુ તાલિબાનનો વિજય નિશ્ચિત કરવાનો હતો. પણ હવે આ એલાયન્સનો ઉપયોગ તાલિબાનનું કદ વેતરવા માટે થઈ રહ્યો છે. 

એનએસએની બેઠકમાં આ સપ્તાહે દિલ્હીમાં હાજર રહેલા રાષ્ટ્રીય અગ્રણીઓના જૂથે કરેલા આંકલન મુજબ આગામી સપ્તાહોમાં તાલિબાનમાં ચાલી રહેલા આંતરીક લડાઈ હવે પરાકાષ્ઠાએ પહોંચશે.

 

(6:05 pm IST)