Gujarati News

Gujarati News

News of Monday, 15th November 2021

ચીનમાં કોરોના વાયરસનો પ્રકોપ વધતા યુનિવર્સીટી કેમ્પસ સીલ કરવામાં આવ્યું

નવી દિલ્હી: જે ચીનમાંથી કોરોના વાયરસ નીકળ્યો, ત્યાં એકવાર ફરીથી આનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. ચીનની એક યુનિવર્સિટીમાં કોરોના સંક્રમણ વધ્યા બાદ ત્યાંના લગભગ 1500 થી વધારે વિદ્યાર્થીઓ હોટલ્સમાં આઈસોલેટ કરી દેવાયા છે. ચીનના દાલિયાન પ્રાંતના નોર્થ-વેસ્ટર્ન સિટીમાં સ્થિત ઝુંગાઝે યુનિવર્સિટીમાં રવિવારે કોરોનાના ડઝન કેસ સામે આવ્યા હતા. જે બાદ યુનિવર્સિટી કેમ્પસને સીલ કરી દેવાઈ છે, સાથે જ વિદ્યાર્થીઓને આઈસોલેટ માટે હોટલમાં મોકલી દેવાયા છે. વિદ્યાર્થી ત્યાંથી ઑનલાઈન ક્લાસ અટેન્ડ કરી રહ્યા છે અને તેમને રૂમમાં જ ભોજન આપવામાં આવી રહ્યુ છે.

ચીન સતત કોરોનાને લઈને ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી રહ્યુ છે. જ્યાં પણ કોરોનાના થોડા પણ કેસ સામે આવે છે, ચીન તરત જ તે વિસ્તારમાં લોકડાઉન લાગુ કરી દે છે. ક્વોરન્ટાઈન, ટેસ્ટિંગ અને ટ્રાવેલ પર રિસ્ટ્રિક્શન ત્યાંની મોટાભાગની આબાદી માટે હવે ન્યુ નોર્મલ બની ગયુ છે. ચીનમાં કોરોના વિરુદ્ધ વેક્સિનેશન અભિયાન પણ ઝડપથી ચાલ્યુ છે. દાવો છે કે ત્યાં દુનિયામાં સૌથી વધારે વેક્સિન ડોઝ લગાવાયા છે. આ સાથે જ હવે ત્યાં બૂસ્ટર ડોઝ પણ લગાવવાની તૈયારી ચાલી રહી છે.

 

(6:01 pm IST)