Gujarati News

Gujarati News

News of Monday, 15th November 2021

બ્રાઝિલની એક મોડલે નિતંબનો વીમો ઉતરાવ્યો

૩૫ વર્ષની નેથ કિહારા બ્રાઝિલની મિસ બમબમ નામની બ્યુટી સ્પર્ધા જીતી

લંડન, તા.૧૫: બ્રાઝિલની એક મોડલે તાજેતરમાં ૧૩ લાખ યુરો શ્નઆશરે ૧૩ કરોડ રૂપિયા)નો વીમો ઉતરાવી બધાને આશ્યર્યમાં મૂકી દીધા છે. આ વીમો પાછો કોઈ ગાડી, બંગલો કે સોના-ચાંદીની ચીજવસ્તુનો નથી, આ વીમો તેણે ઉતરાવ્યો છે પોતાના નિતંબનો.

૩૫ વર્ષની નેથ કિહારા બ્રાઝિલની મિસ બમબમ નામની બ્યુટી સ્પર્ધા જીતી, જેમાં તેને બ્રાઝિલમાં સૌથી બેસ્ટ નિતંબ ધરાવતી હોવા માટેનું બહુમાન મળ્યું. તેના નિતંબને બ્રાઝિલના સૌથી મોટા (અને આકર્ષક) નિતંબ જાહેર કરવામાં આવ્યા. ત્યાર બાદ કિહારાબહેને પોતાના મૂલ્યવાન નિતંબનો વીમો ઉતરાવી લેવાનું યોગ્ય માન્યું. કિહારાબહેન બે બાળકોની માતા છે. અલબત્ત્।, શરીરનાં અંગો માટે વીમો ઉતરાવવાની વાત ફેશન-ઇન્ડસ્ટ્રી માટે નવી નથી. આ પહેલાં પણ ફેશન-કલાકારો તેમના શરીરનાં વિવિધ અંગોનો વીમો ઉતરાવી ચૂકયા છે.

(2:49 pm IST)