Gujarati News

Gujarati News

News of Friday, 15th November 2019

ઓએમજી......અંતરિક્ષમાં જોવા મળી એક અજાયબી: ગતિ છે 59.64 લાખ કિલોમીટર પ્રતિ કલાક: જાણીને સહુ કોઈના ઉડી ગયા હોશ

નવી દિલ્હી :દુનિયાભરના વૈજ્ઞાનિકો ચોંકી ઉઠ્યાં છે કારણ કે તેમને અંતરિક્ષમાં એક અજાયબી જોવા મળી છે. એક એવી વસ્તુ જેની ગતિ 59.54 લાખ કિલોમીટર પ્રતિ કલાક છે. એટલે કે એક સેકેન્ડમાં 1654 કિલોમીટર. અત્યાર સુધી કોઇએ આટલી ઝડપથી ભાગતી કોઇ વસ્તુ અંતરિક્ષમાં નથી જોઇ. તમામ દેશોના વૈજ્ઞનિકો તેની ગતિથી પરેશાન છે.


                         વસ્તુ આપણી આકાશગંગા વચ્ચે આવેલા એક મોટા બ્લેક હોલમાંથી નીકળીને બહારની તરફ ઝડપથી ભાગી રહી છે જે અત્યારે પૃથ્વીથી આશરે 29 હજાર પ્રકાશ વર્ષ દૂર છે. તેની ગતિ સામાન્ય રીતે અંતરિક્ષમાં ઉડતી વસ્તુઓથી 10 ગણી વધારે છે.

(6:45 pm IST)