Gujarati News

Gujarati News

News of Friday, 15th November 2019

પાકિસ્તનમાં વધુ એક મુશ્કેલી આવી પડી: વીજળી પડવાના કારણે 20 લોકોના મૃત્યુ: 30 ગંભીર રીતે ઈજાગ્રસ્ત

નવી દિલ્હી :પાકિસ્તાનીએક રિપોર્ટ મુજબ થારપારકર જિલ્લાના મીઠી, છેછી અને રામસિંહ સૌઢો ગામમમાં બુધવારે મોડી રાતે ભારે વરસાદ પડ્યો હતો. સાથે વીજળી પડવાનો પણ સિલસિલો ગુરૂવાર સુધી યથાવત હતો. ઘટનામાં 10 મહિલા સહિત 20 લોકોના મોત નિપજ્યા હતા સાથે સેંકડો પશુઓના પણ મોત થયાં હતા.

                 વીજળી પડવાની ઘટડનામાં ઓછામાં ઓછા 30 લોકો ઘાયલ થયાં હતા જેમને નજીકની વિવિધ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. ઘટનાને પગલે સ્થાનિક વ્યવસ્થા તંત્ર દોડતું થયું હતું અને રાહત કામગીરી હાથ ધરી હતી. જો કે, વરસાદને કારણે નદીઓ ઓવરફ્લો થતાં નીલમ ઘાટીમાં મોટી સંખ્યામાં મકાન તથા મસ્જીદ તૂટી ગયા હતા, જેમાં આશરે 28 લોકોના મોત થયાં હતા.

(6:44 pm IST)