Gujarati News

Gujarati News

News of Thursday, 14th November 2019

ફેસબુકનું પેમેન્‍ટ ફિચર ‘‘ફેસબુક પે'' લોન્‍ચ

સન ફ્રાન્‍સીસકોઃ ફેસબુકે પોતાની કંપનીઓ વોટ્‍સએપ, ફેસબુક, મેસેજર અને ઈન્‍સ્‍ટાગ્રામમાં પેમેન્‍ટ માટે ‘ફેસબુક પે' સિસ્‍ટમ લોન્‍ચ કરી છે. જે અમેરિકામાં આ સપ્‍તાહે ફંડરેઝીંગ, ઈન- ગેમ ખરીદી, કાર્યક્રમોની ટીકીટો પણ ખરીદી શકાશે.

ફેસબુકમાં માર્કેટ પ્‍લેસ અને કોમર્સ વિંગના વાઈસપ્રેસીડન્‍ટ લિયુએ જણાવેલ કે સમયની સાથે અમારી યોજના ‘‘ફેસબુક પે''ને લોકોની વચ્‍ચે અને સોશ્‍યલ મીડીયામાં શરૂ કરવાની પણ છે.

આ ફિચર ફેસબુક એપ અથવા વેબસાઈટ ઉપર જઈ ‘‘ફેસબુક પે''ના સેટીંગ સાથે જોડવાની રહેશે. ત્‍યાર બાદના પેમેન્‍ટ માટે તેનો ઉપયોગ કરી શકાશે.

(6:23 pm IST)