Gujarati News

Gujarati News

News of Thursday, 15th November 2018

ફેસબુક, Whatsapp પર કેટલો સમય પસાર કરવો જોઈએ ?: તણાવ અને એકલતાના રોગથી દૂર રહેવા કેમ થશે ફાયદો

સતત ફોનને ચેક કર્યા કરવો ;એકધારો ઉપયોગથી પીઠ,કમર અને ગરદનને નુકશાન

વર્તમાન સમયમાં સોશિયલ મીડિયાનો નશો એ એક પ્રકારના તણાવ સમાન જ છે. સતત ફોન ચેક કર્યા કરવો તે પણ એક સામાન્ય વસ્તુ થઈ ગઈ છે. જ્યારે પણ કંટાળીએ છીએ, એકલાં હોઈએ છીએ ત્યારે સમય પસાર કરવા માટે સોશિયલ મીડિયાનો સહારો લઈએ છીએ. શું તમે જાણો છો કે આ રીતે સતત ફોન ચેક કરવો એ તમને એક દિવસ તણાવના રોગ તરફ દોરી જશે?

  ફોનથી દૂર રહેવું તે આજના સમયમાં ખૂબ જ અઘરું છે અને જો તમે તણાવ અને એકલતાના રોગથી દૂર રહેવા માગો છો તો તમારે ફોનથી થોડો સમય દૂર રહેવાની આદત પાડવી પડશે. ઘણી વખત સોશિયલ મીડિયા પર અન્ય લોકોના એન્જોય કરતા હેપ્પી ફોટો જોવાથી પણ લોકો હેરાન થઈ જતા હોય છે. સોશિયલ મીડિયા પર તમે જે લોકોને તમારા સાચા મિત્રો માનો છો તે લોકો તમારા મિત્રો નથી. અને આ પણ એકલતાનો ભોગ બનવાનું એક કારણ છે.
  જો તમે સતત ફોનનો ઉપયોગ કર્યા કરો છો તો તેનાથી તમારી પીઠ, ગરદન અને આંખોને નુક્સાન થાય છે. તો શું સોશિયલ મીડિયાથી દૂર રહેવું જોઈએ? ના, સોશિયલ મીડિયાથી એકદમ દૂર થઈ જવું જોઈએ નહીં અને તેની જગ્યાએ તેનો ઉપયોગ કરવાનો ચોક્કસ સમય નક્કી કરવો જોઈએ. સોશિયલ મીડિયાનો દિવસમાં કેટલો ઉપયોગ કરવો તે દરેક વ્યક્તિએ અલગ-અલગ હોય છે. દિવસમાં 30 મિનિટ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવો કે તેથી વધુ? એ પરિસ્થિતિ અનુસાર વ્યક્તિએ જાતે નક્કી કરવું પડશે.
  સોશિયલ મીડિયાનો કેટલો ઉપયોગ કરવો જોઈએ તે અંગે 18થી 25 વર્ષના વિદ્યાર્થીઓ પર એક સંશોધન કરવામાં આવ્યું હતું તે મુજબ જે લોકો દિવસમાં અથવા તો અઠવાડિયા દરમિયાન સોશિયલ મીડિયાનો ઓછો ઉપયોગ કરે છે તે લોકોનું પરફોર્મન્સ સારું જોવા મળ્યું હતું સાથે જ સોશિયલ મીડિયાનો ઓછો ઉપયોગ કરતા લોકોમાં તણાવ અને એકલતાનો રોગ પણ ઓછો.

(11:58 pm IST)