Gujarati News

Gujarati News

News of Thursday, 15th November 2018

વિશ્વમાં ખરાબ હવામાનની અસર પીચના ઉત્પાદન પર જોવા મળી

નવી  દિલ્હી:વિશ્વમાં પીચ ઉત્પાદનમાં અગ્રીમ સ્થાન ધરાવતાં ચીન અને યુરોપમાં ખરાબ હવામાનની અસર પીચ અને નેક્ટ્રેન ફળના ઉત્પાદનમાં વર્ષ 2018-19માં જોવા મળશે, જેના કારણે આ વરસે પીચનું ઉત્પાદન 1.3 મિલિયન ટન નીચું રહેવા સાથે કુલ ઉત્પાદન 19.9 મિલિયન ટન થશે. પીચનું ઉત્પાદન નીચું રહેવાથી પૂરવઠો ઘટશે તેના કારણે ભાવમાં વધવા તરફ વલણ જોવા મળશે.

વિશ્વમાં પીચના ઉત્પાદનમાં ચીન પ્રથમ સ્થાને છે, વર્ષ 2018-19માં આ દેશમાં પીચનું ઉત્પાદન 8,00,000 ટન નીચું રહેવા સાથે કુલ 13.5 મિલિયન ટન રહે તેવી શક્યતા છે. નીચું ઉત્પાદન રહેવાનું એક કારણ એવું છે કે એપ્રીલની શરૂઆતથી ખૂબ નીચું તાપમાન રહ્યું હતું. જેની નકારાત્મક અસર ઉપજ અને ગુણવત્તા બન્ને ઉપર પડી છે. ખાસ કરી મધ્ય ચીનમાં આ ફળના ઉત્પાદન પર હવામાનની સવિશેષ નકારાત્મક અસર જોવા મળી હતી.

(5:49 pm IST)