Gujarati News

Gujarati News

News of Thursday, 15th November 2018

હેર સ્પા કરાવ્યા બાદ વાળની ચમક બનાવી રાખવા..

વાળ કોઈ પણ વ્યકિતની પર્સનાલીટીનો એક મહત્વનો ભાગ છે અને તેનું ધ્યાન રાખવા માટે લોકો ઓયલીંગ, મસાજ, હેરપેક, હેર સ્પા, વગેરે કરાવે છે. તેનાથી વાળને વધારે પોષણ મળે છે. પરંતુ, ત્યારબાદ વાળની કેર કરવી પણ એટલી જ જરૂરી છે. ખાસ કરીને હેર સ્પા બાદ કેટલીક વાતોનું ધ્યાન રાખવુ જોઈએ, નહિંતર વાળ બેજાન થઈ જાય છે.

 જ્યારે પણ તમે હેર સ્પા કરાવો તો વાળને શેમ્પુ કરવા માટે પહેલા પાણીમાં શેમ્પુ મિકસ કરી થોડુ પાતળુ કરો. ડાયરેકટ શેમ્પુ તમારા વાળને નુકશાન પહોંચાડી શકે છે.

 હેર સ્પા ભલે તમારા વાળને સાઈની અને સોફટ બનાવતા હોય, પરંતુ ત્યારબાદ પણ નિયમીત માથામાં તેલ નાખવુ જોઈએ.

 ઘરની બહાર નીકળતી વખતે વાળની સંપૂર્ણ સંભાળ લેવી જરૂરી છે. તમે વાળને તડકો અને પ્રદુષણથી બચાવવા માટે તેને સ્કાર્ફ અથવા હેટથી સારી રીતે કવર કરી શકો છો.

 હેર સ્પા કરાવ્યા બાદ કંડીશ્નરને ઈગ્નોર કરવુ તમારા વાળ માટે નુકશાનકારક સાબીત થઈ શકે છે. કંડીશ્નરનો ઉપયોગ હેર સ્પાની અસરને લાંબા સમય સુધી બનાવી રાખવાની સાથે વાળની ચમક પણ બનાવી રાખે છે. આ ઉપરાંત રેગ્યુલર કંડીશ્નર સાથે હેર સીરમનો ઉપયોગ કરવાનું ન ભૂલતા.

(12:09 pm IST)