Gujarati News

Gujarati News

News of Thursday, 15th November 2018

ત્રણ પત્ની સાથે રહેતા ભાઇને હજી વધુ પત્નીઓ કરવી છે

મોસ્કો તા. ૧પ : રશિયાના વ્લાદિમિર ઓબ્લાસ્ટ વિસ્તારમાં રહેતા ૩૪ વર્ષના ઇવાન સુખોવ નામના ભાઇને ત્રણ પત્ની છે. રશિયાના કાનૂન પ્રમાણે એક પત્ની જ રાખી શકાય એમ છે અને ઇવાનની કાનૂની રીતે તો એક જ પત્ની છે. જો કે એ પછી બીજી બે સ્ત્રીઓને તે પત્ની તરીકે પોતાના જ ઘરમાં રાખે છે. શરૂઆતમાં તેની પત્ની નતાલિયાને પતિ બીજી સ્ત્રી પસંદ કરે એ પસંદ નહોતું, પરંતુ લગ્નનાં થોડાંક વર્ષો પછી તેને સમજાઇ ગયું કે ઇવાનને બહુ મોટો પરિવાર જોઇએ છે અને એ માટે તેને વધુ પત્નીઓનો સાથ જોઇશે. હાલમાં એના અને મદીના નામની બે મહિલાઓ પણ ઇવાનની પત્નીની જેમ જ સાથે રહે છે. ત્રણ પત્નીઓથી ઇવાનને કુલ નવ બાળકો છે. એના હાલમાં પ્રેગ્નન્ટ છે અને દસમાં બાળકને જન્મ આપવાની છે. ત્રણ પત્નીઓને તે કેવી રીતે મેનેજ કરે છે એવો કોઇને સવાલ થતો હોય તો એ માટે ઇવાન પાસે જવાબ હાજર છે. તેનું કહેવું છે કે 'જયારે કોઇ પણ પત્ની મને ન ગમતો વ્યવહાર કરે ત્યારે હું તેને કંઇ કહેતો નથી. ગુસ્સો પણ નથી કરતો. માત્ર તેને એક મહિના સુધી રાતે મારા રૂમમાં આવવાની પરવાનગી નથી આપતો. મારી પત્નીઓ મને એટલો પ્રેમ કરે છે કે તેમનાથી આ અંતર સહન નથી થતું' હાલમાં ઇવાનનું ઘર ત્રણ બેડરૂમવાળુ છે. એક ઇવાનનો બેડરૂમ છે જેમાં તે રોજ રાતે કોઇ પણ એક પત્ની સાથે રહે છ.ે બાકીની બે રૂમ બીજી પત્નીઓ માટે છે. ઇવાનની ઇચ્છા વધુ મોટુ ઘર લેવાની અને પ૦ બાળકોનો પરિવાર કરવાની છે.

(11:04 am IST)