Gujarati News

Gujarati News

News of Tuesday, 15th October 2019

રસ્તે જતા લોકોને ઉભા રાખીને તેમનાં આબેહુબ શિલ્પ બનાવીને આપે છે આ ચાઇનીઝ કલાકાર

બીજીંગ,તા.૧૫:ચીનના ચેન્ગશા શહેરમાં યાન જુન્હાઈ નામના કલે-આર્ટિસ્ટની આંગળીઓમાં ખરેખર જાદુ છે. તાજેતરમાં એની કળાનો વિડિયો સોશ્યલ મીડિયા પર ફરીવળતાં ભાઈસાહેબ જબરા ફેમસ થઈ ગયા છે. યાન ચીકણી માટીના બોલ્સ લઈને રસ્તા પર બેસી જાય છે અને જે કોઈ તેની પાસે પોતાનું સ્કલ્પ્યર બનાવવા ઇચ્છે તેને મિનીએચર પોટ્રેટ જેવું શિલ્પ ગણતરીની મિનિટોમાં બનાવી આપે છે. તે જે સિફતપૂર્વક આંગળીઓ ફેરવીને વ્યકિતના ચહેરાના ફીચર્સ, હેરસ્ટાઇલ વગેરેને માટીમાં આકાર આપે છે એ જોવાલાયક હોય છે. યાનની પાંચ પેઢી કલે-આર્ટમાં માસ્ટર રહી છે એટલે તે જસ્ટ આઠ વર્ષનો હતો ત્યારથી માટીમાં રમતો અને રગદોળીને અવનવું કરતો રહેતો હતો. જેમ કોઈ ચિત્રકાર વ્યકિતને બેસાડીને પાંચ-પંદર મિનિટમાં તેનું ચિત્ર તૈયાર કરી આપે એવી જ સ્ટાઇલમાં યાનભાઈ જે-તે વ્યકિતને તેનું ટચૂકડું શિલ્પ તૈયાર કરી આપે છે.

(3:17 pm IST)