Gujarati News

Gujarati News

News of Monday, 15th October 2018

સોમાલિયામાં આત્મઘાતી વિસ્ફોટમાં 16ના મોત

નવી દિલ્હી:સોમાલિયાના બેડોઆ શહેરમાં શનિવારે બે આતંકવાદીઓએ એક રેસ્ટોરા અને હોટલમાં આત્મઘાતી બોમ્બ વિસ્ફોટ કરતા 16 લોકોના મોત નિપજ્યા છે. જ્યારે 50 લોકો ઘાયલ થયા છે. આત્મઘાતી હુમલાવર શહેરના ભીડવાળા વિસ્તારમાં ઘૂસી આવ્યા હતા અને પોતાની જાતને ઉડાવી દીધી હતી. આ હુમલાની જવાબદારી સશસ્ત્ર સમુહ અલ-શબાએ લીધી છે.

 

(4:51 pm IST)