Gujarati News

Gujarati News

News of Monday, 15th October 2018

અજીબ ચોર

સ્ટોરમાં જઇને પૂછયું કે ચોરી કરુ? મેનેજરે ના પાડતાં પોલીસમાં જઇને સરેન્ડર કરી આવ્યો

ટોકીયો તા.૧૫: જપાનના લોકો બહુ જ શિષ્ટાચારવાળા છે એવી છાપ છે. જો કે અહીંના ચોર પણ કેટલા શિષ્ટ છે એનો એક કિસ્સો તાજેતરમાં બહાર આવ્યો છે. પાંચમી ઓકટોબરે જપાનના ઓગોરી શહેરમાં લોસન સ્ટોરમાં મોડી રાતના સમયે એક માણસ ખૂબ ઝડપથી ઘૂસ્યો. એ વખતે સ્ટોરમાં કોઇ નહોતું. તેણે આવીને મેનજરને કહયું, 'હું અહીં ચોરી કરવાના આશયથી આવ્યો છું. શું તમે મને મારા કામમાં સહકાર આપશો?' એકદમ વિનંતીના સ્વરે  કોઇ ચોરી કરવાની વાત કરે તો સામેવાળો શું જવાબ આપે? મેનેજર સવાલ સાંભળીને પહેલાં તો બઘવાઇ ગયો, પરંતુ પછી તેણે પણ એટલી જ શિષ્ટતાથી અહીં ચોરી કરવા નહીં મળે એવું જણાવી દીધું. કદાચ આ પછી પેલા ચોરે હથિયાર કાઢીને ધમકી આપી હશે એવું જો તમે ધારતા હો તો એવું ન થયું. ચોરી કરવાના આશયથી આવેલા ભાઇ એમ જ સ્ટોરમાંથી નીકળી ગયા અને ત્યાંથી તેમણે સીધા નજીકના પોલીસ-સ્ટેશનમાં જઇને સરેન્ડર કરી દીધું. આત્મસમર્પણ કરીને તેણે કહયું કે તેણે ચોરીનો પ્રયપ્ત કર્યો હતો પણ નિષ્ફળ ગયો હતો. પોલીસે વિગતો પૂછી તો તેણે પોતે કયા સ્ટોરમાં ચોરી કરવા ગયેલો એ કહી દીધું. પોલીસે આ સ્ટોરમાં તપાસ કરાવી તો મેનેજરે આ ઘટના ઘટી હોવાનું સમર્થન કર્યું. પોલીસે આખરે તેના પર ચોરીનો પ્રયત્નનો ગુનો નોંધ્યો હતો. પોલીસનું માનવંુ છે કે આ ખરેખર ચોર નથી, પરંતુ પોતાની અરેસ્ટ કરાવવા માગતો હોવાથી જાતે કરીને ઊભું કરેલું તૂત છે. એ તૂત છે એવું જાણવા છતાં પોલીસે તેના પર ગુનો દાખલ કર્યો છે.(૧.૧)

(12:00 pm IST)
  • ગાંધીનગર : સુરતની કીમ નદીમાં પ્રદૂષણનો મામલો:પ્રદૂષણ ફેલાવતા ઉદ્યોગોની કરાશે તપાસ:ગાંધીનગર GPCBએ સુરત GPCBને તપાસ રીપોર્ટ તૈયાર કરવા આદેશ આપ્યા : જવાબદારો સામે કરવામાં આવશે કાર્યવાહી access_time 1:06 am IST

  • પછાત જાતિ વર્ગના લોકો માટે 27 ટકા અનામતની વહેંચણી કરવામા આવે. નહીંતર 2019માં ઉત્તરપ્રદેશમાં ભાજપનું ખાતું પણ નહીં ખુલવા દઉં:યોગી સરકારના મંત્રી પ્રકાશ રાજભરેની ચેતવણી : યુપી સરકારમાં પ્રધાન ઓમપ્રકાશ રાજભરે સાથીપક્ષ ભાજપ સામે બલિયામાં આકરી ટીપ્પણીઓ કરી: રાજભરે વધુમાં કહ્યુ છે કે ગોરખપુર, ફૂલપુર, કૈરાના અને નૂરપુરના ચૂંટણી પરિણામોને યાદ કરી લેજો. access_time 12:23 am IST

  • અંજારના વરસામેડી રોડ પાસે હિટ એન્ડ રનનો બનાવ:કાર ચાલકે ચાર બાઈક સવારોને હડફેટમાં લીધા:બે યુવતીઓ સહિત બે યુવાનોને ગંભીર ઈજા:અકસ્માત કરેલ કારચાલક ગાંધીધામના સ્ક્રેપના વેપારી પુત્ર હોવાનુ બહાર આવ્યુ : એક યુવકની ગંભીર ઈજા પહોંચતા રાજકોટ ખસેડાયો:નાસી ગયેલ કાર ચાલકની કાર રાજવી ફાટક પાસેથી મળી આવી access_time 1:04 am IST