Gujarati News

Gujarati News

News of Monday, 15th October 2018

અમેરિકાના ન્યૂટન શહેરની ઘટના

યુવકનું જાહેરમાં કારસ્તાન : કારના સાઇલેન્સર સાથે માણતો હતો સેકસ!!

વોશિંગ્ટન તા. ૧૫ : સેકસ એ એવી બાબત છે કે જે લોકો ખાનગી જ રાખવા ઈચ્છતા હોય છે. પણ, કેટલાક લોકો એવા માનસિક વિકૃતિ ધરાવતા હોય છે કે તે પોતાની 'ઈચ્છા'ને પૂરી કરવા ગમે તે હદે જાય છે. પછી, એ લોકો કઈ જગ્યાએ છે અને કયા માધ્યમથી પોતાની સેકસ ઈચ્છા સંતોષી રહ્યા છે તેની પણ તેમને ચિંતા નથી હોતી. વિદેશમાં તો આવા ઘણા કિસ્સા વિચિત્ર કહી શકાય એવા અવાર-નવાર બહાર આવતા હોય છે.

અમેરિકાના મસાચુસેટ્સ રાજયના ન્યૂટન શહેરમાં ગત મે મહિનામાં આવો જ એક વિચિત્ર કહી શકાય તેવો કિસ્સો બહાર આવ્યો હતો. જયાં ૨૪ વર્ષનો એક યુવક પાર્કિંગમાં પાર્ક કરેલી એક કારના સાઈલેન્સરમાં પોતાનું ગુપ્તાંગ નાંખી પોતાની સેકસની તડપ સંતોષી રહ્યો હતો.

રેયાન સ્કોલ મેલેક નામના આ યુવાનને આવું કૃત્ય કરતા પોલીસે તેને રંગેહાથ પકડ્યો હતો. તેણે વધુ પડતો દારૂ પણ પીધો હતો. જેથી પોલીસે તેને પકડવા ટેસર ગનનો ઉપયોગ કર્યો હતો. આશ્ચર્યજનક વાત તોત એ છે કે, પોલીસે જોયા છતાં તેણે આ કૃત્ય કરવાનું ચાલુ રાખ્યું હતું, જેથી પોલીસે તેને રોકવા ટેસર ગનનો ઉપયોગ કરવો પડ્યો હતો.

મેલેક પર જાહેરમાં 'ગેરકાયદે' વર્તન કરવાનો, સેકસ ઓર્ગન જાહેરમાં બતાવવાનો ગુનો નોંધવામાં આવ્યો છે. મેલેર વિરુદ્ઘ પોલીસ પાસે છ સાક્ષીઓ પણ હતા. કોર્ટે મેલેકને એક વર્ષની કેદ અને ૨૦૦ ડોલરનો દંડ ફટકાર્યો છે. ઉલ્લેખનીય છે કે, આ કાર કોની હતી તે જાણી શકાયું નથી.(૨૧.૫)

 

(9:49 am IST)