Gujarati News

Gujarati News

News of Monday, 15th October 2018

હવે ટૂંક સમયમાં તમારા બગીચામાં ખીલશે ભૂરું ગુલાબ!

ચીનના વૈજ્ઞાનિકોએ કરી શોધ

બેઈજિંગ તા. ૧૫ : ગુલાબના શોખીનો માટે એક સારા સમાચાર છે. હવે એ દિવસ દૂર નથી જયારે તમારા બગીચામાં લાલ, પીળા, ગુલાબી અને સફેદ ગુલાબની સાથે-સાથે ભૂરા કલરના ફૂલ પણ ખિલી શકશે. વૈજ્ઞાનિકોએ એક એવો પ્રયોગ કર્યો છે જેનાથી આ સંભવ થઈ શકશે. તેમણે સફેદ ગુલાબની પાંખડીઓના બેકટેરિયામાંથી રંગદ્રવ્ય (પિગમેન્ટ) ઉત્પન્ન કરનારા એન્ઝાઈમને કાઢવાનો ઉપાય શોધી કાઢ્યો છે.

ચીનની ચાઈનીઝ એકેડમી ઓફ સાઈન્સિસ અને જિયાનજિન યૂનિવર્સિટીના સંશોધકો અનુસાર, 'અમે એવી સરળ પ્રક્રિયા ઈચ્છતા હતા જેનાથી ભૂરા રંગના ગુલાબના ફૂલની ઉત્પત્તિ કરી શકાય. જોકે, ભૂરા ગુલાબનું પ્રકૃત્તિમાં અસ્તિત્વ જ નથી. અગાઉ ૨૦ વર્ષની સઘન મેહનત બાદ કેટલાક વૈજ્ઞાનિકોને ભૂરું ગુલાબ પેદા કરવામાં સફળતા મળી હતી. તેમને જેનેટિક એન્જિનિયરિંગ અને સિલેકટેડ બ્રિડના સંયોજનથી આ કામમાં સફળથા મળી હતી.'

જોકે, આ ગુલાબ ભૂરા રંગની અપેક્ષામાં હળવા જાંબલી રંગનું હતું. ACS સિન્થેટિક બાયોલોજી જર્નલમાં પ્રકાશિત એક અભ્યાસ અનુસાર, સંશોધકોએ બે બેકટેરિયલ એન્ઝાઈમને પસંદ કર્યા. તે એક સાથે થઈને એલ-ગ્લૂટામાઈનને બ્લૂ પિગમેન્ટમાં પરિવર્તિત કરી શકે છે. એલ-ગ્લૂટામાઈન ગુલાબની પાંખડીઓનું એક સામાન્ય ઘટક છે. જોકે, આ ગુલાબનો ભૂરો રંગ ડાઘાવાળો અને થોડા સમય માટે જ રહ્યો.

શોધકર્તાઓએ કહ્યું કે, આ દુનિયાનું પ્રથમ ભૂરું ગુલાબ છે. તેમનું આગામી ટાર્ગેટ આ રંગના એવા ગુલાબ બનાવવાનું છે જે પોતે જ બંને એન્ઝાઈમની ઉત્પત્તિ કરી શકે. વૈજ્ઞાનિકોએ જયારે ઈંજેકશન દ્વારા પરિવર્તિત બેકટેરિયાને સફેદ ગુલાબની એક પાંખડી સુધી પહોંચાડ્યું ત્યારે આ બેકટેરિયાએ પિગમેન્ટ પેદા કરનારા જીનને ગુલાબના જિનોમમાં પહોંચાડી દીધું. ત્યારબાદ ઈંજેકશનવાળા સ્થળે ભૂરો રંગ ફેલાવા લાગ્યો.(૨૧.૬)

 

(9:48 am IST)
  • અંજારના વરસામેડી રોડ પાસે હિટ એન્ડ રનનો બનાવ:કાર ચાલકે ચાર બાઈક સવારોને હડફેટમાં લીધા:બે યુવતીઓ સહિત બે યુવાનોને ગંભીર ઈજા:અકસ્માત કરેલ કારચાલક ગાંધીધામના સ્ક્રેપના વેપારી પુત્ર હોવાનુ બહાર આવ્યુ : એક યુવકની ગંભીર ઈજા પહોંચતા રાજકોટ ખસેડાયો:નાસી ગયેલ કાર ચાલકની કાર રાજવી ફાટક પાસેથી મળી આવી access_time 1:04 am IST

  • અમદાવાદ: ગીરમાં સિંહોના મોતનો કેસ પર રાજ્ય સરકાર તરફથી હાઇકોર્ટમાં રજુઆત: ગ્રીન એરિયા અને રેડ એરિયાને જુદો પાડવામાં આવ્યા:રેડ એરિયાને વાયરસ ઇન્ફેકટેડ સિંહો તરીકે અલગ પાડયો:કુલ 33 સિંહો વાયરસ ઇફેકટેડ છે:સરકાર અને ફોરેસ્ટ વિભાગ રાઉન્ડ ધ ક્લોક સિંહો પર નજર રાખી રહ્યું છે. access_time 5:58 pm IST

  • કુંભમેળા પહેલા અલ્હાબાદનું નામ બદલીને પ્રયાગરાજ કરાશે :ઉત્તરપ્રદેશમાં શહેરોના નામ પરિવર્તનનો સિલસિલો યથાવત્ : કુંભમેળાના આયોજન માટેની બેઠક બાદ મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે ત્રિવેણી સંગમ નગરી અલ્હાબાદનું નામ બદલીને પ્રયાગરાજ કરવાનું એલાન કર્યું:સંતોએ અલ્હાબાદનું નામ પ્રયાગરાજ કરવાનું સૂચન આપ્યું હતું. access_time 12:25 am IST