Gujarati News

Gujarati News

News of Monday, 15th October 2018

તમે યોગ્ય રીતે ફેશવોશનો ઉપયોગ કરો છો?

આજના સમયમાં બધા લોકો ફેશવોશનો ઉપયોગ દિવસમાં ૨-૪ વાર કરે છે. એક રિસર્ચમાં એ જાણવા મળેલ કે ભારતમાં રહેતા ૯૫ ટકા લોકો ફેશવોશનો ઉપયોગ દરરોજ કરે છે અને તેમાંથી ૭૫ ટકા લોકો ખોટી રીતે ફેશવોશનો ઉપયોગ કરો છે. જેના કારણે તેનો ચહેરો ખરાબ થઈ જાય છે. ભારતમાં છોકરા અને છોકરીઓ બંને ફેશવોશનો ઉપયોગ કરે છે. તેથી આ જાણકારી બંને માટે જરૂરી છે. કેટલાક લોકો ખોટી રીતે ફેશવોશનો ઉપયોગ કરે છે અને તેના કારણે તેના ચહેરા ઉપર ખીલ થાય છે. તો જાણો કે ફેશવોશનો ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ.

૧. ફેશવોશની પસંદગી કરતા પહેલા તમારી ત્વચાને ધ્યાનમાં રાખો અને જુઓ  કે તમારી ત્વચા તૈલી છે કે ડ્રાઈ. જો તમારી ત્વચા તૈલી છે તો તેના માટે અલગ ફેશવોશ આવે છે અને તમારી ત્વચા સૂકી છે તો તેના માટે પણ અલગ ફેશવોશ આવે છે.  તમારી ત્વચા કયા પ્રકારની છે તે વાતનું ધ્યાન રાખી, તે મુજબ ફેશવોશની ખરીદી કરો.

૨. ફેશવોશ ખરીદતા પહેલા એક વાતનું જરૂર ધ્યાન રાખવુ કે ફેશવોશમાં વધારે કેમિકલ ન હોય. જો તેમાં વધારે કેમિકલ હશે તો તમારી ત્વચાને નુકશાન પહોંચી શકે છે. બને તો નેચરલ ફેશવોશનો ઉપયોગ કરવો.

૩. બધા લોકોમાં એક સામાન્ય વાત જોવા મળે છે કે તે દર મહિને પોતાનું ફેશવોશ બદલી નાખે છે. જે તમારી ત્વચા ખરાબ થવાનું સૌથી મોટુ કારણ છે. તેથી સમજી-વિચારીને ફેશવોશની પસંદગી કરવી અને ત્યારબાદ તેને બદલવુ નહિં. તેનાથી તમારી ત્વચા સારી રહેશે.

૪. તમે બહાર જાવ છો તો તમારૂ ફેશવોશ સાથે લઈને જાવ. મોટા ભાગના લોકો પોતાનું ફેશવોશ સાથે લઈ જતા નથી અને બીજાના ફેશવોશનો ઉપયોગ કરે છે. તેનાથી તમારી ત્વચા ખરાબ થાય છે.

(9:48 am IST)