Gujarati News

Gujarati News

News of Monday, 15th October 2018

હૃદય રોગથી બચવા શ્રેષ્ઠ કસરત દોડ

દોડવાથી હૃદયના ધબકારા વધવા લાગે છે અને દરેક ધબકારા સાથે હૃદય વધારે માત્રામાં લોહિનું પંપીંગ કરે છે

હૃદય રોગે આજે આખા વિશ્વમાં ગંભીર બીમારીના રૂપે ધૂમ મચાવી છે. આપણા દેશમાં નાની ઉંમરના લોકો પણ આ બીમારીનો શિકાર થઇ રહ્યા છે. હૃદય માટે સૌથી સરળ કસરત દોડવાથી સારી એકેય ન હોઈ શકે. દોડ એ આપણા હૃદય માટે ફાયદાકારક છે. દોડવાથી હૃદયના ધબકારા વધવા લાગે છે. દરેક ધબકારા સાથે હૃદય વધારે માત્રામાં રકતનું પંપીંગ કરે છે. જેનાથી હૃદયની નળીઓનું લચીલાપણુ (ફલેકિસબલ) બની રહે છે. તેનાથી હૃદય શકિતશાળી બને છે અને હૃદય રોગો સામે લડવાની શકિત મળે છે.

. જો તમે હૃદય રોગથી બચવા દોડવાનું શરૂ કરવા ઇચ્છો છો તો તમારે કેટલીક વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે અને જો તમારી ઉંમર ૪૦ વર્ષથી વધારે છે, તો એકવાર ડૉકટરની સલાહ જરૂર લેવી.

. જ્યારે તમે પહેલી વાર દોડવા માટે જાવ છો તો તમારા અનુભવને એક કાગળ પર નોંધ કરવાનું ભૂલતા નહિં. દોડવાની ગતિ અને અંતર કેટલુ હતુ તેમજ દોડ દરમિયાન શું શું મહેસુસ થયુ તેની નોંધ લેવી.

. તમારી દોડવાની ગતિને દર અઠવાડિએ ૧૦ ટકા વધારવી.

. દોડતી વખતે તમારા હૃદયના ધબકારા ૧૦ ટકાથી વધારે વધી જાય તો  આરામ કરવો. તે તમારા શરીરના થાકવાના સંકેત હોય શકે છે.

. સતત આખુ અઠવાડીયુ ન દોડવું જોઇએ. અઠવાડીયામાં એક અથવા બે  દિવસ સંપુર્ણ રીતે શરીરને આરામ આપવો.

(9:47 am IST)