Gujarati News

Gujarati News

News of Wednesday, 15th September 2021

અફઘાનિસ્તાનને 64 મિલિયન ડોલર મદદ કરવાની અમેરિકાએ જાહેરાત કરી

નવી દિલ્હી: અફઘાનિસ્તાનમાં તાલિબાનના કબજા અને મધ્યસ્થ સરકારની રચના બાદ અમેરિકાએ સોમવારે મહત્ત્વનો નિર્ણય લીધો હતો. અમેરિકાએ અફઘાનિસ્તાનના લોકોની આર્થિક મદદ કરવાની જાહેરાત કરી છે. તે અફઘાનિસ્તાનની જનતા માટે 64 મિલિયન ડૉલરની મદદ કરવા જઈ રહ્યું છે. મીડિયા હાઉસ ટોલો ન્યૂઝે જાણકારી આપી છે કે સંયુક્ત રાષ્ટ્ર (યુનાઈટેડ નેશન)માં અમેરિકી રાજદૂત લિન્ડા થોમ્પસન ગ્રીનફિલ્ડે આર્થિક સહાયતને માનવીય સહાયતાના રૂપમાં બતાવી હતી.

જમીની હાલત બાબતે અને આંકલન કર્યા બાદ ભવિષ્યમાં વધુ આર્થિક રાશિ આપવા પર વિચાર કરશે. અમેરિકા પહેલા ચીન પણ અફઘાનિસ્તાન સરકારને મદદ આપવાની જાહેરાત કરી ચૂક્યું છે. ચીને 200 મિલિયન યુઆન (31 મિલિયન ડૉલર)ની આર્થિક મદદ આપવાની જાહેરાત કરી હતી. તેમાં ફૂડ સપ્લાઈ અને કોરોના વેક્સીન પણ સામેલ છે. ચીને કહ્યું કે નવી મધ્યસ્થ સરકારની સ્થાપના અફઘાનિસ્તાનમાં વ્યવસ્થા યથાવત કરવા માટે એક જરૂરી પગલું હતું. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઝાઓ લિજિયાને અફઘાનિસ્તાનમાં આર્થિક સંકટનો મુદ્દો ઉઠાવતા અપીલ કરી હતી કે અમેરિકા અને અન્ય દેશોએ અફઘાનિસ્તાનના લોકોની મદદ કરવી જોઈએ.

(5:01 pm IST)