Gujarati News

Gujarati News

News of Wednesday, 15th September 2021

અફઘાનિસ્તાનમાં હવે ચોરી કરવા તથા અનૈતિક સંબંધ બદલ કરવામાં આવશે આ પ્રકારની સજા

નવી દિલ્હી: અફઘાનિસ્તાન હવે સંપૂર્ણપણે તાલિબાનોના કબજામાં છે. ત્યાંની વચગાળાની સરકાર હવે તેના એજન્ડાના આધારે શાસન કરી રહી છે. નવા શાસનમાં 'સદગુણોના પ્રચાર અને દુર્ગુણોને રોકવા'નું મંત્રાલય પણ છે. મંત્રાલયનું નામ સાંભળવામાં ભલે સારું લાગે, પરંતુ તેના આદેશો સદીઓ જૂની બર્બર સજાના અફઘાનિસ્તાનમાંથી ફરીથી ઉદયને પુષ્ટી આપે છેતાલિબાનો શરિયા કાયદાની આકરી આવૃત્તિ લાગુ કરવા માટે કુખ્યાત છે. તેમાં પુરુષ સાથી વિના મહાલોના ઘરની બહાર નોકરી કરવા પર પણ પ્રતિબંધનો સમાવેશ થાય છે. તાલિબાનના એક અધિકારીએ અમેરિકાના અગ્રણી અખબાર ન્યૂયોર્ક પોસ્ટને કહ્યું કે તેમનો મુખ્ય આશય ઈસ્લામની સેવા કરવાનો છે, જેના માટે એક સારા અને સદગુણ મંત્રાલયની જરૂર છે. અફઘાનિસ્તાનના કેન્દ્રીય ક્ષેત્ર માટે જવાબદાર હોવાનો દાવો કરનારા મોહમ્મદ યુસુફે જણાવ્યું કે તાલિબાન શાસન કાયદાઓનો ભંગ કરારા લોકોને 'ઈસ્લામી કાયદા' હેઠળ સજા કરશે. યુસુફે જણાવ્યું કે, તાલિબાનોના શાસનમાં અફઘાનિસ્તાનમાં ઈરાદાપૂર્વક ગૂનો કરનારા હત્યારાને મારી નંખાશે. હત્યારાએ ઈરાદાપૂર્વક હત્યા નહીં કરી હોય તો તેને ચોક્કસ રકમની ચૂકવણી કરવા જેવી સજા થઈ શકે છે. ૧૯૯૬-૨૦૦૧ના સમયમાં તેના શાસન દરમિયાન તાલિબાનોના મંત્રાલયે અફઘાનિસ્તાનના રસ્તા પર નૈતિક પોલીસ સ્થાપિત કરી હતી અને ગૂનાના આધારે તેનો ભંગ કરનારાને કોરડા મારવા, પથ્થરો મારવા અને ત્યાં સુધી કે જાહેરમાં મારી નાંખવા જેવી સજાઓ કરી હતી.

 

(5:00 pm IST)