Gujarati News

Gujarati News

News of Tuesday, 15th September 2020

હોંગકોંગની સીટી યુનિવર્સીટીના શોધકર્તાઓએ બનાવ્યું ગ્રેફીનનું માસ્ક

નવી દિલ્હી: કોરોના વાયરસને નાબુદ કરવા માટે વિશ્ર્વના તમામ દેશોમાં વેકસીન બનાવવાનું કામ જોરશોરથી ચાલી રહ્યું છે. તો હાલ તબકકે વાયરસથી બચવા માટે અનેક પ્રકારની દવા અને માસ્ક પર પણ કામ ચાલી રહ્યું છે. હોંગકોંગની સીટી યુનિવર્સિટીના શોધકર્તાઓએ ગ્રેફીનનું માસ્ક બનાવ્યું છે. જે એન્ટી બેકરેટીયલ છે અને માસ્ક પર જ 80 ટકા બેકટેરીયાનો નાશ કરવા માટે સક્ષમ છે.

           અત્રે ઉલ્લેખનીય છે કે ગ્રેફીન એક અણુની જાડાઇવાળી કાર્બનનું પાતળુ સ્તર છે. જે એન્ટી બેકટેરીયલ છે જેની શોધ નોબલ પુરસ્કાર વિજેતા આંદ્રે જીમ અને કોંસ ટાંટીને કરી હતી.

(5:56 pm IST)