Gujarati News

Gujarati News

News of Tuesday, 15th September 2020

પાકિસ્તાનમાં ફરી એકવાર શિયા-સુન્ની મુસ્લિમ વચ્ચે શરૂ થઇ અથડામણ

નવી દિલ્હી: પાકિસ્તાનમાં ફરી એકવાર શિયા સુન્ની અથડામણ શરૂ થઇ હતી જે ઇમરાન સરકાર માટે મુશ્કેલી વધારનારી બની રહેવાની શક્યતા સમાન હતી. અગાઉ સુન્નીઓ અહમદિયા લોકોને મુસ્લિમ ગણવા તૈયાર નહોતા અને એમને કાફિર ગણાવીને એમના પર હુમલા કરતા હતા. હવે શિયા સમાજ પર વારંવાર હુમલા થઇ રહ્યાની ફરિયાદો વધી હતી.

               વીસમી સદીની અધવચથીજ અહલે-સુન્નત અલ જમાત, લશ્કર જંઘવી અને સિપહ-એ-સહાવા જેવી સુન્ની સંસ્થાઓ સતત શિયાઓ પર હુમલા કરતી રહી હતી. તાજેતરમાં સોશ્યલ મિડિયા પર સુન્ની સમાજના હજારો લોકોએ એક રેલી યોજી હતી જેમાં શિયાઓને કાફિર ગણાવીને તેમને ખતમ કરવાનાં સૂત્રો પોકારાયાં હતાં.

(5:55 pm IST)