Gujarati News

Gujarati News

News of Saturday, 15th September 2018

ચંદ્રની આસપાસ પ્રવેશ કરવા માટે એલન મસ્કના સ્પેસએકસે કરાર કર્યા

નવી દિલ્હી:અબજોપતિ એલોન મસ્કના સ્પેસએક્સે ચંદ્રની આસપાસ પ્રવાસ કરવા માટે વિશ્વના પ્રથમ પ્રાઈવેટ પેસેન્જર પર હસ્તાક્ષર કર્યા છે. કંપનીએ ટ્વીટર પર ટ્વીટ કરતાં જણાવ્યું કે, સ્પેસ એક્સે અમારા બીએફઆર લોન્ચિંગ વ્હીકર્લસ પર ચંદ્રની આસપાસ પરિભ્રમણ કરવા માટે વિશ્વની સૌ પ્રથમ પ્રાઈવેટ પેસેન્જર પર હસ્તાક્ષર કર્યા છે.

કંપનીએ ટ્વીટમાં વધુ જણાવતા કહ્યું કે, કોણ ઉડાન ભરશે અને શા માટે તે અંગેની માહિતી ૧૭ સપ્ટેમ્બરના રોજ સોમવારે સાંજે ૭ વાગ્યે પીટી પર મળશે. બીગ ફાલ્કન રોકેટ (બીએફઆર) , સ્પેસ એક્સની આગામી સ્પેસશિપ સિસ્ટમ છે, જે બે ભાગોમાં વિભાજીત થયેલ છે. જેમાં એક વિશાળ રોકેટ બૂસ્ટર છે કે જે અત્યાર સુધી બનેલા સ્પેસ કરતાં આઉટ-પાવર હોવાનું વચન ધરાવે છે, જ્યારે અન્ય એક વિશાળ અવકાશયાન કે જે, પૃથ્વીના વાતાવરણમાંથી વોલ્ટ કરશે.

(6:40 pm IST)