Gujarati News

Gujarati News

News of Saturday, 15th September 2018

ઓપો દ્વારા ઓપો ફાઇવ-૯ લોન્ચઃ પ મિનીટ બેટરી ચાર્જ કરવાથી ૨ કલાક ઉપયોગ કરી શકાશે

 

Oppo ગયા અઠવાડિયે Oppo F9 Proની સાથે Oppo F9 પણ લોન્ચ કર્યો છે. કંપનીએ શનિવાર એટલે કે આજથી ફ્લિપકાર્ટ, અમેઝોન અને પાર્ટનર ઓફલાઈન સ્ટોર્સ પર ફોનનું વેચાણ શરૂ કર્યું છે. Oppo F9 સ્માર્ટફોન Oppo F9 પ્રોથી સસ્તું મોડલ છે. Oppo F9માં 4GB રેમ અને 16 મેગાપિક્સલ સેલ્ફી સેન્સર છે.

ભારતમાં Oppo F9ની કિંમત 19,990 રૂપિયા છે. ફોનમાં 4GB રેમ અને 64GB સ્ટોરેજ આપવામાં આવ્યું છે. ફોન બે કલર વેરિયંટ્સ મિસ્ટ બ્લેક અને સ્ટેલર પર્પલ કલરમાં ઉપલબ્ધ છે. Oppo F9 પ્રોની ભારતમાં કિંમત 23,990 રૂપિયા છે. ફોન 6GB રેમ અને 64GB સ્ટોરેજ સાથે આવશે.

Oppo F9માં 6.3 ઈંચ ફૂલ HD+ ડિસ્પ્લે છે જેનું રેઝોલ્યુશન 1080×2280 પિક્સલ છે. ડિસ્પ્લે વોટરડ્રોપ નોચ સાથે આવે છે અને આસ્પેક્ટ રેશિયો 19.5:9 છે. સ્માર્ટફોન એન્ડ્રોઈડ 8.1 ઓરિયો ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે. હેંડસેટમાં ઓક્ટા-કોર મીડિયાટેક હીલિયો પી60 પ્રોસેસર છે. 64GB ઈનબિલ્ટ સ્ટોરેજને માઈક્રોએસડી કાર્ડ દ્વારા 256GB સુધી વધારી શકાય છે. ઓપ્પો એફ9માં આગળ ફિંગર પ્રિંટ સેન્સર છે.

ફોન ડ્યુઅલ સિમને સપોર્ટ કરે છે. ઓપ્પો એફ9માં અપર્ચર f/1.85, LED ફ્લેશ સાથે 16 મેગાપિક્સલ પ્રાઈમરી અને 2 મેગાપિક્સલ સેકંડરી સેંસર છે. ફોનમાં સેલ્ફી માટે 16 મેગાપિક્સલ ફ્રંટ કેમેરા છે. ફોનનું ડાયમેન્શન 156.7 x 74.0 x 7.99 મિલીમીટર છે. ડિવાઈસમાં 3500 mAhની બેટરી છે. કનેક્ટિવિટી માટે સ્માર્ટફોનમાં 4G VoLTE, 3G, Wifi, GPS અને બ્લૂટૂથ જેવા ફીચર્સ છે. ખાસ બાબત છે કે, ફોન સાથે VOOC ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ મળશે જેની મદદથી 5 મિનિટ બેટરી ચાર્જ કરવાથી 2 કલાક સુધી ફોન વાપરી શકાશે.

(5:03 pm IST)