Gujarati News

Gujarati News

News of Saturday, 15th September 2018

સિમ્પલ લુક માટે પહેરો, ફલાવર પ્રિન્ટ સાડી

સાડીની ફેશન કયારેય જુની થતી નથી. ટ્રેડિશ્નલ લુક  મેળવવા  માટે મોટા ભાગની  મહિલાઓ સાડી પહેરવી પસંદ કરે  છે. સાડીઓમાં બનારસી, કાંજીવરમ, સિલ્ક, વગેરે વેરાયટીઓ છે. જેને મહિલાઓ પોતાની પસંદ મુજબ પહેરે છે. આજકાલ મહિલાઓમાં હળવી અને ફલાવર પ્રિન્ટ સાડીનો ટ્રેન્ડ ખૂબ જોવા મળે છે.  એરપોટ હોય કે ઇવેન્ટ બોલીવુડ હિરોઇન પણ ફલાવર  પ્રિન્ટ સાડીમાં દેશી સ્ટાઇલ દેખાડી રહી  છે.

૧. તમારી ફલાવર પ્રિન્ટ સાડી સાથે પ્લેન અથવા સિમ્પલ બ્લાઉઝ પહેરો. જેનાથી તમે સંુદર લુક મેળવી શકો છો. પ્લેન બ્લાઉઝ સાથે ફલાવર પ્રિન્ટ સાડી પહેરવાથી ટ્રેન્ડી લુક મળે છેે. તેને તમે ઇવેન્ટ અથવા ફંકશનમાં પણ પહેરી  શકો છો.

૨. ફલાવર પ્રિન્ટ સાડી બધી છોકરીઓ માટે પરફેકટ છે. તમે તેને કેઝયુઅલ અથવા પાર્ટીમાં પહેરીને જઇ શકો છો.

૩. પ્રસંગ પ્રમાણે  તમે તમારી ફલાવર પ્રિન્ટ સાડીની પસંદગી કરો. જો તમે વર્કીંગ વુમન છો, તો એોફીસ જવા માટે હળવી ફલાવર પ્રિન્ટ સાડી પહરો. આ ઉપરાંત તમારે કોઇ ફંકશનમાં જવુ છે, તો એમ્બ્રોડરી  વર્ક અથવા સિમ્પલ વર્ક વાળી સાડી  પહેરો.

૪. ગ્લેમરસ લુક  મેળવવા માટે ફલાવર સાડી ની સાથે આકર્ષક ડીઝાઇનર બ્લાઉઝ સ્ટીચ  કરાવો. ફલાવર પ્રિન્ટ સાડી પહેરવાથી  કુલ અને ટ્રેન્ડી લુક મળે છે. આ  ઉપરાંત આવી સાડી પહેરીને તમે કર્મ્ફટેબલ મહેસુસ કરી શકો છો. ખાસ કરીને વર્કીંગ વુમનમાં ફલાવર પ્રિન્ટ સાડીની વધુ ડીમાન્ડ રહે છે. 

(12:13 pm IST)