Gujarati News

Gujarati News

News of Friday, 14th September 2018

અમેરિકાના બોસ્ટનમાં ગેસ પાઇપલાઇનમાં આગ ભભૂકતા અફડાતફડી

નવી દિલ્હી: અમેરિકાના બોસ્ટન શહેરમાં ગેસ સપ્લાય કરતી પાઈપ લાઈનમાં થયેલા ભયંકર વિસ્ફોટોથી આખું શહેર ધ્રુજી ઊઠ્યું છે. ૭૦થી વધુ બ્લાસ્ટ બાદ બોસ્ટન શહેરનાં અનેક બિલ્ડિંગમાં આગ લાગી છે અને અત્યાર સુધીમાં ૧૦થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાના સમાચાર મળ્યા છે.

સ્થાનિક અધિકારીઓના જણાવ્યા અનુસાર આ બ્લાસ્ટ ગેસ પાઈપ લાઈનમાંથી ગેસ લીક થવાના કારણે થયા હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. નેચરલ ગેસની પાઈપ લાઈન બ્લાસ્ટના કારણે તૂટી ગઈ હતી અને તેના કારણે આગે ભયંકર સ્વરૂપ પકડ્યું હતું.

(4:49 pm IST)