Gujarati News

Gujarati News

News of Monday, 15th August 2022

જેરૂસ્લેમના ઓલ્ડ સીટી નજીક થયેલ ગોળીબારીમાં આંઠ લોકો ઈજાગ્રસ્ત

નવી દિલ્હી: રવિવારે વહેલી સવારે જેરુસલેમના ઓલ્ડ સિટી નજીક એક બંદૂકધારીએ એક બસ પર ગોળીબાર કર્યો હતો, જેમાં આઠ ઇઝરાયેલીઓ ઘાયલ થયા હતા. આ શંકાસ્પદ પેલેસ્ટિનિયન હુમલો ગાઝામાં ઇઝરાયેલ અને પેલેસ્ટિનિયન આતંકવાદીઓ વચ્ચે હિંસા ફાટી નીકળ્યાના એક અઠવાડિયા પછી થયો છે. ઈજાગ્રસ્તોની સારવાર કરી રહેલી ઈઝરાયેલની હોસ્પિટલોના જણાવ્યા અનુસાર ઈજાગ્રસ્તોમાંથી બેની હાલત ગંભીર છે. આ હુમલો ત્યારે થયો જ્યારે બસ જેરુસલેમની વેસ્ટર્ન વોલ પાસે પાર્કિંગમાં પાર્ક કરવામાં આવી હતી. જે યહુદી ધર્મનું સૌથી પવિત્ર સ્થળ માનવામાં આવે છે. ઈઝરાયેલ પોલીસે કહ્યું કે ઘટનાની તપાસ શરૂ કરવા માટે એક ફોર્સ ઘટનાસ્થળે મોકલવામાં આવી છે. ઈઝરાયેલના સુરક્ષા દળોએ પણ શંકાસ્પદ હુમલાખોરનો પીછો કર્યો હતો. જેરૂસલેમમાં હુમલા બાદ ગાઝા અને પશ્ચિમ કાંઠે ઇઝરાયેલ અને પેલેસ્ટિનિયનો વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે.

(2:59 pm IST)