Gujarati News

Gujarati News

News of Saturday, 15th August 2020

ચેન્નાઈના આ 23 વર્ષીય યુવકે રિક્ષામાં જ બનાવ્યું ચાલતું ફરતું ઘર

નવી દિલ્હી: આ ઓટો રિક્ષાની 36 વર્ગ ફુટની જગ્યામાં ન ફક્ત બેડરૂમ, લિવિંગ રૂમ, કિચન, ટોયલેટ, બાથટબ અને વર્કસ્પેસ છે પરંતુ પાણી માટે 250 લીટરનું વોટર ટેન્ક, 600 વોટરનું સોલર પેનલ, બેટરિઓ, કપબોર્ડ્સ, બહાર કપડા સુકવવા માટે હેન્ગર, દરવાજા અને સીડીઓ પણ છે. તેનું નામ છે 'સોલો 0.1', જેને ચેન્નાઈના 23 વર્ષીય અરૂણ પ્રભુએ ફક્ત એક લાખ રૂપિયામાં તૈયાર કર્યું છે.'ધ બેટર ઈન્ડિયા'ના જણાવ્યા અનુસાર વર્ષ 2019માં અરૂણ મુંબઈ અને ચેન્નાઈના સ્લમ એરિયામાં રિસર્ચ કરી રહ્યા હતા. જ્યાં તેમણે જોયું કે એક ઝોપડીને બનાવવામાં લગભગ 4થી 5 લાખ રૂપિયા ખર્ચ થાય છે. જેમાં ટોઈલેટ જેવી જરૂરી સુવિધાઓ પણ નથી હોતી. માટે તેમણે ફક્ત 1 લાખ રૂપિયામાં 'સોલો 0.1' બનાવીને એક સમસ્યાનું સમાધાન કાઢ્યું.

(3:03 pm IST)