Gujarati News

Gujarati News

News of Saturday, 15th August 2020

લંડનમાં પ્રેમિકાને લગ્ન માટે પ્રપોઝ કરવા માટે યુવક ઉઠાવ્યું આટલું મોટું જોખમ

નવી દિલ્હી: પ્રેમમાં પડેલા યુગલો અવનવી રીતે લગ્નની દરખાસ્ત તેમના ભાવિ જીવનસાથી સમક્ષ મુકવા માગતા હોય છે જેથી એ આજીવન યાદ રહી છે. જોકે રિકી એશ નામના સ્ટન્ટમેને તેની ગર્લફ્રેન્ડ સમક્ષ લગ્નની દરખાસ્ત જે રીતે મુકી હતી એવું કરવાનું સાહસ કદાચ કોઇનામાં નથી.

            સ્ટન્ટના ભાગરૂપે રિકીના શરીરના નીચલા ભાગમાં આગ લગાવવામાં આવી અને તેણે પેન્ટના પાછળના ખિસ્સામાં હાથ નાખીને કેટરિનાને પ્રપોઝ કરવા વીંટી કાઢી અને ઘૂંટણિયે બેસી પડયો. એ જોઇને છક થઇ ગયેલી કેટરિનાએ તરત જ બોયફ્રેન્ડની દરખાસ્તને સ્વીકારી લીધી હતી.

(4:12 pm IST)