Gujarati News

Gujarati News

News of Saturday, 15th August 2020

ઓએમજી...જાપાનના આ શહેરમાં થાય છે બિલાડીઓની મંદિરમાં પૂજા

નવી દિલ્હી: પ્રાણીપ્રેમીઓ અને એમાં પણ બિલાડીઓનાં ચાહકો માટે જાપાનના કયોટા શહેરમાં આવેલું મ્યાઉં મ્યાઉં મંદિર એક એવું સ્થળ છે જયાં બિલાડીઓ પુજાય છે. અહીં બિલાડીઓ મુખ્ય પુજારી અને સહાયકની ભૂમિકામાં છે. ન્યાન ન્યાન જી જેપનીઝ ભાષાના શબ્દ ન્યાન ન્યાન જીનો અનુવાદ અંગ્રેજીમાં મ્યાઉં મ્યાઉ શ્રાઈન એવો થાય છે. કોયુકી નામની બિલાડી આ મંદિરની મુખ્ય પુજારી છે. કોયુકીના માલિકનું કહેવું છે કે મંદિરમાં આવતા ભકતોને આ બિલાડીની સાથે બેસીને વાતચીત કરવાનું બહુ ગમે છે.

          આ મંદિર તોરુ કાયા નામના એક ચિત્રકારે 2016માં ખોલ્યું હતું. બિલાડીની થીમ પરના આ મંદિરમાં અનેક મૂર્તિઓ અને રેખાચિત્રો પણ છે. આ મંદિર બિલાડીના થીમનું છે અને અહીં ખાવાપીવાની વ્યવસ્થા પણ છે, પરંતુ એ પણ કેટ-થીમ પર છે. અહીં એક ખાસ દુકાન છે જયાંથી કેટની થીમના સોવેનિયર્સ ખરીદી શકાય છે.આ મંદિરમાં કોયુકી બિલાડીનો જબરો ઠસ્સો છે. એને જોવા અને મળવા ઘણા ચાહકો આવે છે અને કલાકો સુધી બેસી રહે છે.

(2:58 pm IST)