Gujarati News

Gujarati News

News of Wednesday, 15th July 2020

ભારત સામે પાકિસ્તાનને મજબુત કરવા માટે ચીને અબજો ડોલરના શસ્ત્રોથી કરી પાકિસ્તાનની મદદ

નવી દિલ્હી: ભારત સામે લદ્દાખમાં મોરચો માંડનારા ચીને પોતાના ખાસ દોસ્ત પાકિસ્તાન માટે હથિયારોનો ભંડાર ખોલી નાંખ્યો છે. સ્વાભાવિક છે કે, ચીને ભારત સામે પાકિસ્તાનને મજબૂત કરવા માટે જ આ પગલુ ભર્યુ છે.ચીન અબજો ડોલરના શસ્ત્રો પૂરા પાડીને પાકિસ્તાનની નૌ સેનાની કાયાપલટ કરવાનો ઈરાદો ધરાવે છે.

           ચીન પાકિસ્તાનના ગ્વાદર બંદર પર પોતાનુ નેવી બેઝ તો બનાવી જ રહ્યુ છે ત્યારે હવે પાકિસ્તાનને ચીન સાત અબજ ડોલરના હથિયારો આપવા જઈ રહ્યુ છે.પાકિસ્તાન સાથે ચીને સાત ડીઝલ ઈલેક્ટ્રિક સબમરિન, ઉપરાંત ફ્રિગેટ તરીકે ઓળખાતા સ્ટીલ્થ યુધ્ધ જહાજો આપશે.આ જહાજો રડારને ચકમો આપવા માટે સક્ષમ છે.

(5:49 pm IST)