Gujarati News

Gujarati News

News of Wednesday, 15th July 2020

અમેરિકી એરફોર્સનું એ-16 લડાકુ વિમાન ન્યુ મેક્સિકોમાં ક્રેશ થતા પાયલોટનો આબાદ બચાવ

નવી દિલ્હી:  અમેરિકી એરફોર્સનું એફ -16 લડાકુ વિમાન 14 મંગળવારે ન્યૂ મેક્સિકો વિસ્તારમાં ક્રેશ થયું હતું. આ અકસ્માતમાં વિમાનનો પાઇલટ બચી ગયો છે. પાયલોટ યોગ્ય સમયે વિમાનમાંથી બહાર નીકળી ગયો હતો.

                 ન્યુ મેક્સિકો નજીક હોલોમેન એરફોર્સ બેઝ નજીક આ અકસ્માત થયો હતો. અમેરિકન મીડિયાના જણાવ્યા અનુસાર, મે મહિનાથી અહીં આવા પાંચ અકસ્માત થયા છે, જ્યારે છેલ્લા બે અઠવાડિયામાં અહીં બે એફ -16 ક્રેશ થયા છે. આ પહેલા 1 જુલાઈએ વિમાન દુર્ઘટનામાં પાઇલટનું મોત નીપજ્યું હતું.

(5:48 pm IST)