Gujarati News

Gujarati News

News of Wednesday, 15th July 2020

ચીનને પાઠ ભણાવવા માટે બ્રિટન મોકલી રહ્યું છે યુદ્ધ જહાજો

નવી દિલ્હી: એકલા ચીને વિચારવું પડશે કે તે કેટલા મોરચા પર કેટલા દુશ્મનોનો સામનો કરશે. કારણ કે એકવાર તેના પર એક બાજુથી પડવાનું શરૂ થયું, તો જોત જોતામાં ચારે બાજુથી પડવાનું શરૂ થઇ જશે અને ચીનની સ્થિતિ વિશ્વ યુદ્ધના જર્મની જેવી બની જશે અને શી જિનપિંગ સ્થિતિ હિટલર જેવી થઈ જશે.

            બ્રિટને હવે ચીનને પાઠ ભણાવવાની તૈયારી કરી લીધી છે અને હવે તે પોતાનું વિમાનવાહક જહાજ એશિયા મોકલી રહ્યું છે. ખરેખર, ચીન ઘણા સમયથી હોંગકોંગ વિશે આક્રમક રહ્યું છે, જેના કારણે હવે બ્રિટને તેને પાઠ ભણાવવાનો નિર્ણય કર્યો છે.

(5:47 pm IST)