Gujarati News

Gujarati News

News of Wednesday, 15th July 2020

અમેરિકા-ચીન સહીત આ દેશ મોકલી રહ્યું છે મંગળ પર પોતાનું અવકાશયાન

નવી દિલ્હી: ત્રણ દેશ - અમેરિકા, ચીન અને યુનાઇટેડ આરબ અમિરેટ મંગળ પર પોતાના અવકાશયાન મોકલવાના છે. અમેરિકા કારના કદનું છ પૈડાવાળું પર્સવરન્સ નામનું રોવર મોકલશે. આ રોવર મંગળ પરથી પથ્થરના સેમ્પલ લઇને પૃથ્વી પર પાછું આવશે. યુએઇનું અમલ નામનું સ્પેશક્રાટ આજે જાપાનમાંથી ઉડાણ ભરશે. આ સાથે એ આરબ દેશોનું પહેલું અવકાશયાન બની રહેશે. યુએઇ યારે પોતાના પચાસમાં વર્ષમાં પ્રવેશ કરશે, ત્યારે એમનું અવકાશયાન મંગળ પર પહોંચશે.

 

           નાસા પોતાનું અવકાશયાન ૩૦મી જુલાઇએ છોડવાનું છે અને ત્યાર બાદ ચીન પણ મંગળ પર પોતાનો કબજો જમાવવા માટે અવકાશયાન છોડવાની તૈયારી કરી રહ્યું છે. નાસાએ જણાવ્યા અનુસાર આવતા વર્ષે ફેબ્રુઆરી સુધીમાં મંગળ પર પહોંચવા અગાઉ દરેક અવકાશયાન ૪૮૩૦ કરોડ કિલોમીટરનો પ્રવાસ કરશે. પૃથ્વીની ભ્રમણ કક્ષામાંથી નીકળીને મંગળ સુધી પહોંચવામાં કોઇપણ અવકાશયાનને છથી સાત મહિનાનો સમય લાગે છે. વિજ્ઞાનિકો જાણવા માગે છે કે અબજો વર્ષ અગાઉ યારે મંગળ પર નદીઓ, તળાવો અને સમુદ્ર હતા ત્યારે એ ગૃહ કેવો હતો. એમને આ અભિયાનની મદદથી આજના રણમાં ત્યાં કેવા પ્રકારના સૂમ જંતુઓનું એ નિવાસસ્થાન હતું એ પણ જાણવા મળશે. અન્ય ગૃહો પર જીવન હોવાની વાત સાબિત કરવી ઘણી કઠણ વાત છે, પણ આપણે પ્રયત્ન કરતા રહેવું જોઇએ

(5:46 pm IST)