Gujarati News

Gujarati News

News of Wednesday, 15th July 2020

વિશ્વમાં સમુદ્રમાં મોટાપાયે થાય છે પ્રદુષણ:દર વર્ષે 2 લાખ તન માઈક્રોપ્લાસ્ટિક ઠલવાઇ છે

નવી દિલ્હી: વિશ્વમાં સમુદ્રમાં જે મોટાપાયે પ્રદૂષણ થાય છે તેમાં માર્ગો પર દોડતા વાહનો ખાસ કરીને હેવી વ્હીકલ તથા કારના ટાયરમાંથી જે માઈક્રો પ્લાસ્ટીક હવામાં ઉડે છે તે આસપાસના પાણીમાં, નદીમાં અને જળાશયોમાં તથા અંતે સમુદ્રમાં એકત્ર થાય છે અને દર વર્ષે 2 લાખ ટન માઈક્રોપ્લાસ્ટીક સમુદ્રમાં ઠલવાય છે. હાલમાં જ થયેલા એક સંશોધનમાં જણાવાયુ છે કે હવામાં તરતા માઈક્રો પ્લાસ્ટીક એ નદી અને એવા વ્હેતા જળાશયોમાં એકત્ર થાય છે અને તે અંતે સમુદ્રમાં ઠલવાય છે.

           માર્ગો પર દોડતા વાહનોના ટાયર ધસાવાથી તે માઈક્રોપ્લાસ્ટીકના અત્યંત સૂક્ષ્‍મ કણોનું સર્જન કરે છે અને આ સૂક્ષ્‍મ કણો લાંબા સમય સુધી હવામાં તરતા રહે છે. આ સૂક્ષ્‍મ કણો 0.01 મીલીમીટરથી પણ નાના હોય છે અને દર વર્ષે હવામાં 550000 ટન માઈક્રોપ્લાસ્ટીક કણો હવામાં ઉમેરાય છે અને તેમાંથી 2 લાખ ટન જેટલા માઈક્રોપ્લાસ્ટીક કણ સમુદ્રમાં જાય છે. 80000 ટન હીમ વિસ્તારમાં ઠલવાય છે અને થોડા સૂર્યકિરણોના કારણે હવામાં ઓગળી જાય છે.

(5:45 pm IST)