Gujarati News

Gujarati News

News of Wednesday, 15th July 2020

૧૯૬ કિલોના ગોરિલ્લો બિમાર થતાં કરાયો કોરોના ટેસ્ટઃ રિપોર્ટ જોઈ ડોકટર્સ પણ ચૌંકયા

ન્યુયોર્ક, તા.૧૫: અમેરિકામાં કોરોનાના કારણે સૌથી વધારે નુકસાન થયુ છે. અહીં સંક્રમણના સૌથી વધુ કેસો આવ્યા છે. કોરોનાની મહામારી દરેક જગ્યાએ ફેલાયેલી છે. એજ કારણ છે કે, અહીં મિયામીના ઝૂમાં રહેતા એક ૧૯૬ કિલોના બિમાર ગોરિલ્લાનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો.

ઝૂના અધિકારીઓ મુજબ શાંગો નામના ૩૧ વર્ષિય ગોરિલ્લાની અમુક દિવસો પહેલા ૨૬ વર્ષિય ભાઈ બાર્ની સાથે લડાઈ થઈ ગઈ હતી. ત્યાર બાદ શાંગોને તાવ આવ્યો હતો. જેને જોતા શાંગોનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેના માટે સાત લોકોની ટીમ તેને પકડવા માટે થઈ મહેનત કરી તેના ટેસ્ટના નમૂના લીધા હતા.

બુધવારના રોજ ઝૂના અધિકારીઓએ જણાવ્યુ હતું કે, શાંગોનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. સ્વાસ્થ્ય ટીમે આ બાજૂ શાંગોને ટીબીથી લઈને લિવર અને ફ્રેકચરની પણ તપાસ કરી છે અને બાન્રી હાથે શાંગેના હાથ પર ઈજા થઈ છે, જેની સારવાર ચાલી રહી છે. આ બંને ગોરિલ્લા ભાઈઓને સાન ફ્રાંસિસ્કોના ઝૂમાં મે ૨૦૧૭ના રોજ મિયામીના ઝૂમાં મોકલી દેવામાં આવ્યા છે.

(10:13 am IST)