Gujarati News

Gujarati News

News of Monday, 15th July 2019

નમકનો ઉપયોગ કરીને પાકિસ્તાની સંશોધકે બનાવી સસ્તી કૃત્રિમ ત્વચા

નવી દિલ્હી તા.૧૫ : દાઝી ગયેલા લોકો તેમ જ એસિડ અટેકમાં ચીમળાઇ થગેલી ત્વચાવાળા લોકોના ઈલાજ માટે કોઇ ડોનરની ત્વચાની બહુ મોટી જરૂર હોય છે. જોકે કિન ડોનેશન બહુ ઓછી માત્રામા થાય છે. ત્યારે કુત્રિમ ત્વચા પેદા કરવાના સંસોધનોએ જોર પકડ્યુ છે. પાસ્તિાનના ડોકટર રઉફ અહમદે ખુબ ઓછા ખર્ચે કુત્રિમ ત્વચા મેળવીને ક્રાંતિકારી આવિષ્કાર કર્યો છે. અત્યારે સામાન્ય રીતે કુત્રિમ ત્વચા બનાવવા માટે ટ્રાઇપિઝાઇન નામના ખાસ એન્ઝાઇમ્સનો ઉપયોગ કરવામાં આવે છે. લાહોરના ડો. રઉફ અહમદે એની બદલે સોડિયમ કલોરાઇડ એટલે કે નમકનો ઉપયોગ કરીને ત્વચા બનાવવામાં સફળતા બેળવી છે. અત્યારે એક સ્કવેર ઈંચ કુત્રિમ ત્વચા બનાવવા માટે લગભગ ૬૩,૦૦૦ રૂપિયાનો ખર્ચ થાય છે. પરંતુ નમકમાંથી બનતી ત્વચાનો ખર્ચ માત્ર રૂ.૩૫૦ રૂપિયા જેટલો છે. એથીયે વિશેષ વાત એ છે કે આ રીતે બનેલી સ્કિનને બે વર્ષ સુધી સાચવી શકાય છે.

(4:07 pm IST)