Gujarati News

Gujarati News

News of Sunday, 15th July 2018

18મીએ તુર્કીમાં બે વર્ષથી લાગુ રાજકીય કટોકટી હટાવાશે !?

તુર્કીના પ્રેસિડેન્ટના પ્રવક્તા ઈબ્રાહિમ કલિને જણાવ્યું કે, તુર્કીમાં બે વર્ષથી લગાવવામાં આવેલી રાજકીય કટોકટી આગામી 18 જુલાઈએ દુર કરવામાં આવી શકે છે. સ્થાનિક મીડિયાના જણાવ્યા મુજબ નવા પ્રધાન મંડળની પ્રથમ બેઠક બાદ પ્રેસિડેન્ટના પ્રવક્તાએ જણાવ્યું કે, ‘વર્તમાન સંજોગો જોતાં એવું લાગે છે કે, દેશમાં લાગુ કરવામાં આવેલી કટોકટી 18 જુલાઈએ દુર કરવામાં આવી શકે છે'.

(7:21 pm IST)