Gujarati News

Gujarati News

News of Sunday, 15th July 2018

ચીનમાં ભારે વરસાદના કારણે નદીઓમાં પૂરઃ રસ્તા અને રેલ બંધ, પુલ તુટયા : ઘરોમાં પાણી ઘુસ્‍યા :૮૦ હજાર લોકોને સલામત સ્‍થળે ખસેડ્યા

ઘરોમાં પાણી ઘુસતાં 80 હજાર લોકોને સલામત સ્થળે ખસેડયાઃ સિચુઆનમાં ભૂસ્ખલનથી જનજીવન પર અસર

શાંગાહી,:ભારે વરસાદ અને તોફાની પવનના કારણે આખા ચીનમાં ભયનો માહોલ સર્જાયો હતો અને નદીઓ ગાંડીતુર બની વહેવા લાગી હતી, અનેક બ્રિજ તુટયા હતા, રસ્તા અને રેલવે વ્યવહાર બંધ થયા અને હજારો લોકોને તેમના ઘરો છોડવાની પરજ પડી હતી, એમ સરકારી માલીકીના માધ્યમોએ પોતાના અહેવાલમાં જણાવ્યું હતું. હવામાન ખાતાએ આગામી દિવસોમાં હજુ વધારે ભારે વરસાદ અને તોફાની પવનની આગાહી કરી હતી.દક્ષિણપશ્ચિમ સિચુઆન પ્રાંતમાં અનેક જગ્યાએ ભૂસ્ખલનની આશંકા વ્યક્ત કરાઇ હતી. ચીનમાં દર વર્ષે ભારે વરસાદ અને પૂરના કારણે તબાહી સર્જાય છે, અનેક વખતે સેંકડો લોકો માર્યા જાય છે, પરંતુ આ વર્ષે પ્રમાણમાં મૃત્યદર નીચો રહ્યો હતો. માત્ર એક જ પ્રાંતના ૧૨ લોકોના મોતના સમાચાર મળ્યા હતા. નેશનલ મેટિરિઓલોજીકલ સેન્ટરે કહ્યું હતું કે રવિવારે કેટલાક પ્રાંતોમાં વરસાદ કલાક દીઠ ૮૦ એમએમ કરતાં પણ વધુ પડી શકે છે.પૂર્વોત્તરના પ્રાંતોમાં પૂર આવી શકે છે અને સત્તાવાળાઓને આઉટડોર પ્રવૃત્તિઓ રોકી દેવા અને માળખાઓ પડી ના ભંગે તેના માટે તેમના પર નજર રાખવા સુચના આપી હતી. દક્ષિણપશ્ચિમમાં યુન્નાનથી પૂર્વ કાંઠે શાંગાહી સુધી દોડતી અને પૂરગ્રસ્ત રહેતીયાંગતેઝ નદીમાં પાણી ભયજનક સપાટીએ વહી રહ્યું હતું. પરિણામે તેની શાખાઓમાં પૂર આવે છે તેમજ ત્રણ મોટા બંધોમાં વિક્રમી સપાટી સુધી પાણીનો ભરાવો કરે છે. સરકારી સમાચાર સંસ્થાએ કહ્યું હતું કે પૂરના કારણે સિચુઆનમાં દસ હાઇ વે બંધ કરવા પડયા હતા તેમજ યાંગતેઝની શાખા ેવી મિન નદી પર બાંધવામાં આવેલો બ્રિજ તુટી ગયો હતો.

(12:33 pm IST)