Gujarati News

Gujarati News

News of Tuesday, 15th June 2021

બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોન્સને લોકડાઉન સમાપ્ત કરવાની મર્યાદાનો સમય વધાર્યો હોવાની માહિતી

નવી દિલ્હી: બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોન્સને સોમવારે લોકડાઉન સંબંધિત તમામ નિયંત્રણોનો અંત જુલાઈ 19 સુધી વધાર્યો હતો. અગાઉ પ્રતિબંધો 21 જૂને પૂરા થવાના હતા.જોન્સને કહ્યું કે કોરોના વાયરસના ડેલ્ટા સ્વરૂપને લીધે સંક્રમણ અને હોસ્પિટલમાં દાખલ થવાના કેસોની સંખ્યામાં વધારો થવાની ચિંતા રહે છે.વડા પ્રધાનની ઘોષણા સાથે હવે તા .19 જુલાઇએ ‘સ્વાતંત્ર્ય દિન’ની ઉજવણી કરવામાં આવશે. જે લોકડાઉનને સમાપ્ત કરવાની ખુશીમાં ઉજવાશે.જોન્સને કહ્યું કે થોડી વધારે રાહ જોવી વધુ સારી રહેશે. તેમણે એવી આશા પણ વ્યક્ત કરી કે 19 જુલાઇ પ્રતિબંધોને સમાપ્ત કરવાનો છેલ્લો દિવસ હશે અને તેને વધુ લંબાવવાની જરૂર રહેશે નહીં.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, હવે અમે 40 વર્ષથી વધુ ઉંમરના લોકોને કોવિડ -19 રસીની બીજી માત્રા ઝડપી બનાવીશું, જેથી તેઓને વાયરસથી મહત્તમ સુરક્ષા મળી શકે.રવિવારે, બ્રિટનમાં કોરોના વાયરસના 7490 નવા કેસ નોંધાયા હતા અને આઠ લોકોનાં મોત નીપજ્યાં હતાં. સાત દિવસ પહેલાના કેસોની તુલનામાં ગયા અઠવાડિયે કેસોમાં 49 ટકાનો વધારો થયો છે.વૈજ્ઞાનિકો અને આરોગ્ય અધિકારીઓએ તમામ અંતરના નિયમોને દૂર કરવામાં વિલંબ કરવાની વિનંતી કરી છે જેથી રસીકરણના કવરેજને વધુ વિસ્તૃત કરી શકાય. સાથે રસીનો બીજો ડોઝ વૃદ્ધોને અને પ્રથમ માત્રા નાની વસ્તીને આપી શકાય છે.

(6:26 pm IST)