Gujarati News

Gujarati News

News of Tuesday, 15th June 2021

બ્રિટનના વૈજ્ઞાનિકોએ બનાવ્યું અનોખું ડિવાઇસ:માત્ર 15જ મિનિટમાં રૂમમાં કોરોના સંક્રમિત હશે તો ધ્યાન થઇ જશે

નવી દિલ્હી: બ્રિટનના વૈજ્ઞાનિકોને એક એવું ડિવાઈસ બનાવવામાં સફળતા મળી છે, જે માત્ર 15 મિનિટમાં રૂમમાં કોઈ કોરોના સંક્રમિત વ્યક્તિ હશે તો તેની જાણ કરી દેશે. મોટા રૂમમાં 30 મિનિટ લાગશે. કોરોના સંક્રમિતોની જાણકારી આપનારું ડિવાઈસ આવનારા સમયમાં વિમાનના કેબિન, ક્લાસરૂમ, કેર સેન્ટર, ઘરો અને ઓફિસમાં સ્ક્રીનિંગ માટે મહત્ત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. તેનું નામ કોવિડ અલાર્મ રાખવામાં આવ્યું છે. ડિવાઈસ સ્મોક અલાર્મથી થોડું મોટું છે. લંડન સ્કૂલ ઓફ હાઈજીન એન્ડ ટ્રોપિકલ મેડિસિન અને ડરહમ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ રિસર્ચના શરૂઆતી પરિણામો આશા જગાવનારા છે. વૈજ્ઞાનિકોએ ટેસ્ટિંગ દરમિયાન દેખાડ્યું છે કે ડિવાઈસમાં પરિણામોની સટીકતા સ્તર 98-100 ટકા સુધી છે. કોરોનાના આરટી-પીસીઆર અને એન્ટીજન ટેસ્ટની સરખામણીમાં ઘણું વધઆરે સટીકતાથી કોરોના સંક્રમિતો અંગે જાણકારી આપી રહ્યું છે.

(6:25 pm IST)