Gujarati News

Gujarati News

News of Tuesday, 15th June 2021

બ્રાઝિલમાં લગ્નની પ્રથમ રાત્રે જ થયુ પરિણીતાનું મૃત્યુ

નવી દિલ્હી: બ્રાઝીલના ઇબિરાઇટ શહેરની ઘટના છે. 18 વર્ષીય છોકરીના લગ્ન ધૂમધામથી 29 વર્ષીય છોકરા સાથે તેમના ઘર પાસે સ્થિત હાઉસમાં થયા હતા. લગ્ન બાદ ન્યૂલી મેરીડ કપલ ખૂબ ખુશ હતું, પરંતુ ખુશીઓ વધારે સમય સુધી ટકી શકી. પોલીસના જણાવ્યા મુજબ લગ્ન બાદ પહેલી રાતે સેક્સ દરમિયાન છોકરીની તબિયત અચાનક બગડી ગઈ. જ્યાં સુધી પતિ કંઈક સમજી શકે તે જમીન પર પડી ગઈ. જોઈને પતિ પરેશાન થઈ ગયો, તેણે તાત્કાલિક પાડોશીઓને મદદ માટે ફોન કર્યો.

પત્નીને હૉસ્પિટલ લઈ જવા માટે ટેક્સી લાવવા માટે કહ્યું. પતિએ જણાવ્યું કે ટેક્સી ચાલકે હૉસ્પિટલ આવવાની ના પાડી દીધી, ત્યારબાદ બીજા ટેક્સી ચાલકને બોલાવવામાં આવ્યો, પરંતુ તેણે પણ મદદ માટે ના પાડતા કહ્યું કે ઇમરજન્સી સેવાઓને કોલ કરો. પતિએ ઇમરજન્સી સેવાઓ માટે કોલ કર્યો. જ્યારે પેરામેડિકલ સ્ટાફ તેમના ઘરે પહોંચ્યો તો મહિલાના શ્વાસો ચાલી રહ્યા હતા. પેરામેડિકલ સ્ટાફે મહિલાને શ્વાસ લેવા માટે સંઘર્ષ કરતી જોઈ અને પુષ્ટિ કરી કે તેને હાર્ટ એટેક આવ્યો છે.

(6:25 pm IST)