Gujarati News

Gujarati News

News of Saturday, 15th June 2019

શું તમને કમજોરી ને કારણે ચક્કર આવે છે ?

અચાનક આંખોમાં અંધારા આવવા, માથું ફરવું, આખી ધરતી ફરતી હોય તેવું લાગે તેને સામાન્ય ભાષામાં ચક્કર કહેવાય છે. આને અંગ્રેજીમાં 'વટીંગો' કહેવાય છે. આના કારણે આંખો સામે અંધકાર છવાઈ જાય છે.

જ્યારે તમે બીમારી હોવ, મગજ કામ ન કરતુ હોય, ડીપ્રેશનમાં હોવ,  મગજમાં લોહિની માત્રા ઓછી હોવી વગેરે કારણોને લીધે ચક્કર આવે છે.

. ૨ લવિંગ ૨ કપ પાીણમાં નાખીને ઉકાળીને પીવાથી ચક્કર આવવાનું બંધ થાય છે.

. નારિયેળનું પાણી રોજ પીવાથી ચક્કર આવવાનું બંધ થાય છે.

. જ્યારે ચક્કર આવતા હોય ત્યારે બરફ સમાન ઠંડા પાણીના ત્રણ ગ્લાસ પીવા આનાથી પણ આ સમસ્યા ટળશે.

. શિયાળાની સિઝનમાં ઘી અને ગોળનું સેવન વધારે કરવું. આનાથી તમને ચક્કર નહિં આવે.

(9:40 am IST)