Gujarati News

Gujarati News

News of Saturday, 15th June 2019

અખરોટના ઉપયોગથી ત્વચા બને છે સુંદર અને ચમકતી

અખરોટ ગુણકારી છે. કડક અખરોટમાં સ્વસ્થ્યવર્ધક ગૂણ રહેલ છે. તેનાથી મગજ મજબૂત થાય છે ઉપરાંત ત્વચાને પણ ચમકાવે અને સુંદર બનાવે છે. જો તમારી ત્વચામાં દાગ ધબ્બા હોય કે કરચલી હોય તો ચિંતા કરવાની જરૂર નથી, અખરોટને પીસીને તેનો પાઉડરના પેસ્ટને તમારા ચહેરા પર લગાવવાથી દુર થાય છે. આ ઉપરાંત રીતે અખરોટનો ઉપયોગ કરી શકાય છે.

ખલી દુર કરવામાં માટે :

પીસેલા અખરોટના પાઉડરને અઠવાડીયામાં બે વાર લગાવવાથી ખીલ દુર થાય છે.

ચહેરા પર ઉગતા વાળ :

ચહેરા પર ઉગતા વાળને દુર કરવા અખરોટના પાઉડરને સ્ક્રબ બનાવો. જ્યારે સ્ક્રબ સુકાઈ જાય ત્યારે હાથેથી ધસવું આમ કરવાથી વાળ ખરવા લાગે છે અને ધીમે-ધીમે દુર થવા લાગે છે.

આંખ નીચે કાળા દાગ :

ડાર્ક સર્કલ દુર કરવા અખરોટના પેસ્ટને આંખો નીચે લગાવો. આમ કરવાથી ત્વચાની આસપાસના એરિયામાં બ્લડ સકર્યુલેશનનું પ્રમાણ વધે છે.

(9:40 am IST)