Gujarati News

Gujarati News

News of Saturday, 15th June 2019

અચાનક હાર્ટ અટેક આવે તો ! તમે શું કરશો ?

હૃદયની દેખરેખ કેમ રખાય? ભોજનમાં ઓછુ તેલ અને વધારે પ્રોટીન અથવા ઓછુ કાર્બોહાઈડ્રેટ યુકત વસ્તુ લ્યો. અઠવાડીયાના પાંચ દિવસ ઓછામાં ઓછુ અડધી કલાક ચાલો. લીફટનો ઉપયોગ ટાળો અને દાદરા દ્વારા ચઢો. શરીરના વજન પર નિયંત્રણ રાખો અને ધૂમ્રપાન ન કરો. આમ કરવાથી બ્લડ પ્રશેર જેવા ખતરનાક રોગથી બચી શકાય છે.

સ્વસ્થ લોકોને હાર્ટ અટેક કેમ આવે છે? આને સાઈલેંટ અટેક કહેવાય છે. જેનાથી બચવા માટે ૩૦ વર્ષની ઉમરપછી હાર્ટનું ચેકઅપ કરાવવું જોઈએ. આમ કરવાથી કોલેસ્ટ્રોલ અને શુગરના સ્તરની ખબર પડે છે.

સારૂ ખાવુપીવું શું છે ? દિલની દેખરેખ માટે તાજા ફળ અને શાકભાજીથી ડાયટ કરો. અને કોઈ પણ પ્રકારના તેલથી દુર રહો. ફ્રેંચ ફ્રાંઈઝ, ફ્રેન્કી, બર્ગર ઉપરાંત મસાલા ઠોસા પણ જંક ફૂડમાં આવે છે તેથી તેનાથી દુર રહો.

અનિયમિત જીવનશૈલી કેટલી ખતરનાક હોય છે, તે જાણો છો ? જ્યાં સુધી તમે યુવાન છો ત્યાં સુધી તમારૂ શરીર તમારો સાથ આપશે, ઉમર વધે તમે શરીરમાં સ્વાસ્થ્યની સમસ્યા શરૂ થાય છે તેથી સમય પર સુવાની અને ઉઠવાનું કાળજી લ્યો. કસરત કરો અને ઓફિસમાં ૨ થી ૩ કલાક લગાતાર  ન બેસો.

અચાનક હાર્ટ અટેક આવે તો શું કરશો ?  જો આવું થાય તો સૂઈ જાવો અને તમારી જીભની નીચે એસ્પ્રિન (ડૉકટર દ્વારા સૂચવેલ) ની ગોળી રાખો અને કોઈની મદદથી જલ્દી દવાખાને પહોચો.

(9:40 am IST)