Gujarati News

Gujarati News

News of Friday, 15th June 2018

એકિસડન્ટમાં ડેમેજ થયેલો પગ કપાવી નાખ્યા પછી ભાઇએ એ રાંધીને મિત્રો સાથે મળીને ખાધો

ન્યુયોર્ક તા.૧૫: અમેરિકામાં રહેતા એક ભાઇએ સોશ્યલ નેટવર્કિગ વેબસાઇટ રેેડિટ પર પોતાનો એક અનુભવ સવિસ્તર વર્ણવ્યો છે. બીજી તમામ વિગતો તેમણે જણાવી છે પણ પોતાનું નામ જાહેર નથી કર્યુ. ' ઇન્કે્રડિબલ શાઇનીશાર્ટ' યુઝર-નેમ દ્વારા રજુ થયેલી આખી ઘટના ટૂંકમાં જાણીએ. આ ભાઇનો થોડાક વર્ષો પહેલાં એકિસડન્ટ થયો હતો. પગના પંજા અને ઘુંટીમાંથી તેમનો પગ ખૂબ ખરાબ રીત કચડાયો હતો. ડોકટરોએ પગને બચાવવાની ઘણી કોશિશ કરી, પણ એ કેમેય સાજો થાય એમ નહોતો. આખેર પગ કાપી નાખવાનો નિર્ણય લેવાયો. ઘુંટણથી પાંચ-સાત આંગળી નીચેના ભાગથી ડોકટરોએ પગ કાપી નાખ્યો. દર્દીએ પહેલેથી જ આ પગ પોતાને લઇ જવો છે એવું કહી રાખ્યું હોવાથી એ પગ ડીપ ફ્રિઝરમાં સાચવીને રાખવામાં આવ્યો હતો. અમેરિકામાં કોઇ વ્યકિત પોતાનું કપાયેલું અંગ મૃત્યુ સુધી પોતાની પાસે રાખવું હોય તો કાયદાકીય રીતે રાખી શકે છે. એટલે ભાઇ જરૂરી લખાપટ્ટી કરીને હોસ્પિટલમાંથી પોતાનો કપાયેલો પગ ઘરે પણ લઇ આવ્યા. થોડાક દિવસ તો ભાઇએ પગને એમજ ડીપ ફ્રિઝરમાં રાખીને જોયા કર્યો. જોકે સાચવી રાખવાનો ખર્ચ ખૂબ જ વધુ આવતો હોવાથી તેમને વિચાર આવ્યો કે પોતાનો જ પગ ખાવામાં આવે તો કેવું? તેણે પોતાના અત્યંત જિગરી દોસ્તોને આ વાત કરી. લગભગ દસ દોસ્તો આ માટે તૈયાર થયા. એમાંથી એક તો પોતે જ શેફ હતો એટલે પગમાંથી મસલ્સ કાઢીને એને કઇ રીતે રાંધવો એની જવાબદારી ઉઠાવી લીધી. બધાએ ભેગા મળીને પોતાના જ દોસ્તના કપાયેલા પગને રાંધીને ટાકોઝ સાથે ખાધો.

આ બધું જ થયા પછી બચેલા પગના અવશેષોને ફુલોથી સજાવીને જમીનમાં દાટી દેવામાં આવ્યો. કાચાપોચા હ્યદયના માણસો માટે આ અનુભવ વાંચવાનું પણ ઘૃણા પેદા કરનારું હશે તો આ ભાઇ જાતે આવું કેવી રીતે કરી શકયા હશે એ મોટો સવાલ છે. જોકે આ ભાઇએ છેલ્લે લખ્યું છે કે,'મારા માટે સોૈથી વિયર્ડ વાત એ હતી કે પોતાનો જ પગ ખાવામાં મને કશું જ વિયર્ડ નહોતું લાગ્યું'.

(2:39 pm IST)